દિનેશભાઇ અડવાણી
પર્યાવરણના જતન માટે વૃક્ષ એ આજે મહત્વનું સાધન બની ગયું છે.વૃક્ષ વિના પર્યાવરણ નું જતન નિષ્ફળ છે, વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ગ્રીન ભરૂચ ટોપ ભરૂચની થીમ સાથે ૧૦૫.૨ ટોપ.એફ.એમ ભરૂચ દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઇનોક્સ મલ્ટીપ્લેક્સ ખાતે વૃક્ષના રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ટોપ.એફ ના સ્ટાફ દ્વારા શહેરના લોકોને ૧૫૦૦ જેટલા વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.પર્યાવરણના જતન માટે ભરૂચ શહેરના લોકોએ પણ જાગૃતા બતાવી વૃક્ષના રોપા લઇ પર્યાવરણના રક્ષણ માટેના પોતાના મકાનો અને ગાર્ડનમાં વૃક્ષના ઉછેર કરવાના સંકલ્પ સાથે ઉત્સાહ પૂર્વક રોપા વિતરણમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભી બેન તમાકુવાલા, ટોપ એફ.એમ ના આર.જે દિપાલી તેમજ આર.જે સૌરભ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યોં હતો.
Advertisement