આજ રોજ આમોદ મામલતદાર કચેરીમાં નગર પાલિકાની પેટા ચુંટણી ની મત ગણતરી યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર બે મા કોગ્રેસ ના ઉમેદવાર નો વિજય થયો હતો જયારે વોર્ડ નંબર ચાર મા અપક્ષ ના ઉમેદવાર ને વિજય થયો હતો. આજ રોજ જાહેર થયેલ પરીણામ મા વોર્ડ નંબર બે મા કોગ્રેસ ના ઉમેદવાર શુશીલા બેન મહેશ ભાઇ પટેલ નો 398 મતે વીજય થયો હતો જયારે વોર્ડ નંબર ચાર મા અપક્ષ ના ઉમેદવાર અક્ષર ભાઈ પટેલ નો 220 મતે વીજય થયો હતો. આ સાથે હવે કોંગ્રેસ ના 15 સભ્યો તથા ભાજપ ના 8 સભ્યો તેમજ અપક્ષ ના એક સભ્ય આમોદ નગર પાલિકા મા થયા છે. આજ રોજ જાહેર થયેલી વોર્ડ નંબર બે તેમજ વોર્ડ નંબર ચાર ની યોજાયેલી પેટા ચૂંટણી ના પરીણામ મા એક કોંગ્રેસ ના ઉમેદવાર ના વિજય સાથે આમોદ નગર પાલિકામાં કોગ્રેસ નો દબદબો યથાવત્ રેહવા પામ્યો હતો..
Advertisement