ભરૂચમાં ઇન્ટિરિયર ડિઝાઇનનો કોર્સ ચલાવતી સંસ્થા સ્ફુર્ણા ડિઝાઇન સ્કુલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન ખાતે શુક્રવારે તારીખ ૪થી મેનાં રોજ એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઝાડેશ્વર સ્થિત આ સંસ્થા ખાતે સાંજે ૪ વાગ્યે કાર્યક્રમનાં મુખ્ય અતિથિ ડિઝાઇનર રાજેશ કાપડિયા તથા સંસ્થાપકો આર્કિ. મૈત્રી બુચ તથા આર્કિ. કલપી બુચ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરાઇ હતી…..
શહેરમાંથી ઉપસ્થિત અતિથિઓ , વાલીઓ સમક્ષ આર્કિ.મૈત્રી બુચે સંસ્થાએ આખા વર્ષમાં કરેલીપ્રવૃતિઓનો અહેવાલ રજુ કર્યો હતો.ત્યાર બાદ વિસડાલિયાનાં સી.એફ.સી. ખાતે સંસ્થા દ્વારા આયોજિત બામ્બુ વર્કશોપનાં સર્ટિફિકેટ તથા વર્ષનાં અન્તે કોર્સ પુર્ણાહુતીનાં સર્ટિફિકેટ શ્રી રાજેશ કાપડિયાનાં હસ્તે એનાયત કરાઇ વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતાં અને સાથે જ પ્રવૃતિઓ રજુ કરતાં ન્યુઝલેટર-૨નું વિમોચન કરાયુ…..
“નો એક્ઝામ” , ”નો લેંગ્વેજ બેરિયર” અને “નો એજ બાર” નાં સિદ્ધાંતો પર ચાલતી ભારતની પ્રથમ એક માત્ર ઇન્ટિરિયર ડિઝાઇનીંગ સ્કુલની આઇડિયોલોજી પ્રિત્ઝર પ્રાઇઝ વિનર ભારતનાં વરિષ્ઠ આર્કિટેક્ટ બી.વી.દોશી સમક્ષ ‘દોશી વી નો’ ફોરમમાં રજુ કરાઇ હતી.આનો નિર્દેશ થતાં વાલીઓ અને અતિથિઓએ સંસ્થાને અભિવાદન પાઠવ્યાં હતા…
ગત ત્રણ વર્ષ દરમિયાન સ્ફુર્ણા ડિઝાઇન સ્કુલનાં વિધ્યર્થીઓ દ્વારા બનાવેલ બામ્બુ ફર્નિચર,બામ્બુ ફાઉન્ટેઇન, બામ્બુ કન્ટેઇનર્સ અને પ્રોડક્સ,ઓરિગામી મોડલ્સ, વિવિધ વિષયો સાથે ડિઝાઇનને રજુ કરતી ડ્રોઇંગ શિટ્સ તથા મોડેલ્સનું અવલોકન કરી વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા6 માટે ભરૂચનાં અગ્રગણ્ય આર્કિટેક્સ શ્રી અશ્વિનભાઇ મોદી, આઇ.આઇ.આઇ.ડી.નાં ચેરમેન આર્કિ.તેજલ રાજપુત, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ પ્રતિક સિદ્ધપુરા,સુરતથી પધારેલ ડિઝાઇનર આનંદ પરમાર,અગ્રગણ્ય મહિલા ડો. જાનકી મીઠાઇવાલા,સુજાતા દાસ વગેરે એ ઉપસ્થિત રહી કાર્યક્રમને બિરદાવ્યો હતો…..