દિનેશભાઇ અડવાણી
ભરૂચ શહેરના પાંચબતી સર્કલ ખાતે ૧૦ ફૂટ ઊંચી ૫ જેટલી સિગરેટને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી,તેમજ તમાકુ થી દુર રહેવા અંગે ના સંદેશા આપવામાં આવ્યા હતા.OPAL કંપની અને જય અંબે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા “વર્લ્ડ નો તમાકુ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જન જાગૃતિ અર્થે રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તમાકુ થી શરીરને થતા નુકશાન અંગે જાગૃતિનો સંદેશો આપશે.શાળાના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકો દ્વારા વર્લ્ડ નો તમાકુ ડે નિમિત્તે સિગ્નેચર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ હાથમાં તમાકુ સામે જાગૃતિ અર્થના પ્લે કાર્ડ પકડી તેમજ સ્લોગન બોલી લોકો વચ્ચે તમાકુ સામે જાગૃતિ અર્થના સંદેશા આપ્યા હતા.આ કાર્યક્રમમાં ભરૂચના પ્રથમ નાગરિક તેમજ ઓપેલ કંપની અને જય અંબે સ્કૂલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement