Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વાગરાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઇકબાલ પટેલનું મુંબઇ ખાતે નિધન…..

Share

રાજ્યસભાનાં સાંસદ અહમદભાઇ પટેલે માજી ધારાસભ્ય ઇકબાલભાઇ પટેલનાં નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.તેમણે પોતાના શોક સંદેશમાં જણાવ્યુ છે કે , એમના રાજકીય પ્રવેશ અને ત્યાર પછી સતત પુરુષાર્થનાં કરણે જન પ્રતિનિધિ તરીકે તાલુકા પંચાયતમાં સારા અને સફળ વહીવટકર્તા તરીકે અને સંગઠનમાં પણ પ્રદેશ કક્ષાએ  મહામંત્રી પદ સુધી પહોંચી શક્યા હતા.ગુજરાત વિધાનસભામાં તેઓ બે ટર્મ સુધી ધારાસભ્ય પદ પર રહી પ્રજાનાં સુખ દુ:ખમાં ભાગીદાર બનવા માટે સદાય તત્ત્પર બન્યા છે….

મેં અઠવાડિયા પહેલા જ મુંબઇમાં હોસ્પિટલમાં મુલાકાત લઇ એમની સાથે વાર્તાલાપ કર્યો હતો ત્યારે તેઓ સ્વસ્થ હતાં.એમનો વિલપાવર ખુબ જ મજબુત હતો.મને ખ્યાલ ન હતો કે આટલા વહેલા તેઓ આપણી વચ્ચેથી ચાલ્યા જશે.તેમના નિધનથી માત્ર કૌંગ્રેસ પક્ષને જ નહી પરંતુ જાહેર જીવનમાં પણ એમની ખોટ લાંબા સમય સુધી ચાલશે.મેં તેમનાં  પરીવાર જનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના આપી,અલ્લાહ તઆલા મર્હુમને જન્નત નસીન કરે……

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની પ્રશંસનીય કામગીરી સોનાની ચેઇન આપો તો જ દીકરીને સાસરે મોકલીશુ તેમ કહેતા અભયમ 181 મહિલા હેલ્પલાઇન છોટાઉદેપુર દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. 

ProudOfGujarat

ભરૂચ : સ્ટાર્ટ અપ રોડમેપ એન્ડ ફ્રેમવર્ક અંતર્ગત પ્રથમ સ્ટાર્ટ અપ ડેમો ડે યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં હાલોલનાં શિવરાજપુર ખાતે મોબાઇલ પશુ દવાખાનાનું મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!