દિનેશભાઇ અડવાણી
ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદા મા સરદાર સરોવર ડેમમાંથી સરકારે આજથી (બુધવાર) પાણી છોડવાનો નિર્ણય લીધો છે. બુધવાર થી 1500 ક્યુસેક પાણી ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવશે. ડેમના ગોડબોલે ગેટમાંથી આ પાણી છોડવામાં આવશે.નર્મદા નદીમાં હાલ પાણી ઓછું હોવાથી અને ભરૂચ ખાતે દિવસે ને દિવસે ખારાશનું પ્રમાણ વધી રહ્યું હોવાથી નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી સમયે દરિયાનું પાણી ઘૂસી જવાને કારણે આ વિસ્તારમાં ખારાશનું પ્રમાણ વધી ગયું છે. આથી ભરતીના સમયે પણ ડેમમાંથી પાણી છોડવામાં આવશે.
Advertisement