દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી ભરૂચ જિલ્લામાં દારૂ-જુગાર સદંતરપણે નાબુદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.જે અનુસંધાને ભરુચ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ.પટેલ તથા એલ.સી.બી ની ટીમ ભરૂચ શહેરમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સાથેન પો.કો મહિપાલસિંહને મળેલ બાતમી આધારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ હરિદ્વાર સોસાયટીમાં દરોડો પાડતા જુગાર રમતા ૧૧ આરોપીઓને પકડી પાડેલ છે.આરોપીઓ પાસેથી અંગજડતીના રોકડ રૂપિયા ૨,૩૨,૭૦૦,દાવ ઉપરના રોકડ રૂપિયા ૪૨,૫૩૦, મોબાઇલ નંગ-૧૧ કિંમત રૃપિયા ૪૩૦૦૦, વાહનો નંગ-૪ કિંમત રૂપિયા ૧,૧૦,૦૦૦, જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા ૪,૨૮,૨૩૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
(૧) બબલુ હરિપ્રસાદ આર્ય,રહે બી/૭૯ હરિદ્વાર સોસાયટી ભોલાવ,ભરૂચ.
(૨) કિશોરભાઈ બચુભાઈ ગોસ્વામી,રહે વેજલપુર પારસીવાડ તા.જી.ભરૂચ.
(૩) નરેન્દ્રભાઈ ઉર્ફે કાલુ મહેશભાઈ વસાવા,રહે રેલવે કોલોની ભોલાવ તા.જી.ભરૂચ.
(૪) રતીકાન્તભાઈ સંતોષભાઈ માજી,રહે વેજલપુર પારસીવાડ તા.જી.ભરૂચ.
(૫) મુકેશભાઈ જયંતીભાઈ વસાવા,રહે સિદ્ધિવિનાયક મંદિર પાસે મકતમપુર તા.જી.ભરૂચ.
.
(૬) મહંમદ બાબુખાન પઠાણ,રહે રેલવે કોલોની ભોલાવ તા.જી.ભરૂચ.
(૭) કલ્પેશભાઈ ઉર્ફે ડુગ્ગી નટવર રાવલ,રહે ધોળીકૂઈ રાવડીવાળ ફળિયું ભરૂચ.
(૮) અમિતભાઈ હેમંતભાઈ શાહ,રહે ૬૭૯/૧ લલ્લુભાઈ ચકલા તા.જી.ભરૂચ.
(૯) વિઠ્ઠલભાઈ બાબુભાઈ શિંદે,રહે રેલવે કોલોની ભોલાવ તા.જી.ભરૂચ.
(૧૦) અશોકભાઈ બુધાભાઈ વસાવા,રહે બંબાખાના નિઝામવાળી તા.જી.ભરૂચ.
(૧૧) નિલેશભાઈ વિનોદભાઈ મિસ્ત્રી,રહે બી/૧૪ પુષ્પધન બંગ્લોઝ તા.જી.ભરૂચ.
ઉપરોક્ત કામગીરી પો.સ.ઈ કે.એમ.પટેલ તથા હે.કો અજયભાઈ,જયેન્દ્રભાઈ,હિતેશભાઈ, સંજયભાઈ તથા પો.કો મહિપાલસિંહ,શ્રીપાલસિંહ,વિશાલભાઈ,તીર્થરાજસિંહ એલ.સી.બી ભરૂચની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.