દિનેશભાઇ અડવાણી
ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ મયુર પાર્ક સહિત ૩ થી ૪ સોસાયટીના રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી મોબાઇલ ટાવર દૂર કરવા અંગે રજૂઆત કરી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ ખાનગી કંપનીના મોબાઇલ ટાવરના કારણે સ્થાનિક રહીશોના આરોગ્યને નુકશાન થાય તેવા સંકેતો છે.જેના પગલે રહીશોએ સોસાયટી વિસ્તાર માંથી ટાવર દૂર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.અત્રે નોંધવું રહ્યું કે મોબાઈલ ટાવરમાં વપરાતા સિગ્નલમાં રેડિએશન હોવાથી મનુષ્યના આરોગ્ય માટે નુકશાનકારક છે.આ રેડિએશન ના લીધે ચકલીઓ લુપ્ત થવાના આરે છે.
Advertisement