



આગામી ૧ લી મેં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ભરૂચ શહેર અને જીલ્લા માં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે…જેના ભાગ રૂપે આજ રોજ ભરૂચ જીલ્લા પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદસન નું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ શસ્ત્ર પ્રદર્શન માં મોટી સંખ્યામાં પોલીસ વિભાગ ના કર્મચારીઓ તેમજ શહેરી જનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અને અંતકવાદીઓ પાસે થી ઝડપાયેલ શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં રોકેટ લોન્ચર.ટિફિન બોંબ.બુકે બોંબ.તેમજ અલગ અલગ હથીયારો નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું .આ પ્રંસંગે જીલ્લા કલેકટર.જીલ્લા પોલીસ વડા.ભરૂચ ના ધારાસભ્ય .તેમજ અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થીત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફર બનાવ્યું હતું…….