


આગામી ગુજરાત સ્થાપના દિન ની રાજ્ય કક્ષા ની ઉજવણી ભરૂચ માં થનાર હોય જેના ભાગરૂપે ખાસ શહેર માં ડેકોરેશન કરવામાં આવ્યું છે…શહેર ના પાંચબત્તી.થી સ્ટેશન તેમજ સિવિલ રોડ.કલેકટર ઓફીસ સહીત ના માર્ગો રાત્રીના સમયે ઝગમગ લાઈટો વચ્ચે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે.ગુજરાત સ્થાપના દિન નિમિત્તે શહેર માં ઠેરઠેર અલગ અલગ પ્રકાર ની લાઈટો લગાવવા માં આવી છે…જેને નિહાળવા માટે ભરૂચીઓ રાત્રીના સમયે બાળકો સહીત સહ પરીવાર વાહનો સાથે રસ્તાઓ ઉપર નજરે પડી રહ્યા છે..અને સ્થાપના દિન પૂર્વે ઝગમગતા ભરૂચ ને જોવાનો લાહવો લઇ રહ્યા છે.આગામી ચાર થી પાંચ દિવસઃસુધી ભરૂચ ના માર્ગો પર જાણે કે દિવાળી જેવો માહોલ જામશે તે બાબત શહેરી જનોના મિજાજ ને જોતા નકારી શકાય તેમ નથી.તો બીજી તરફ ભરૂચીઓ પણ શહેર ને ઝગમગતા જોવાની તક નો લાભ લેવાનું ચુકી નથી રહ્યા. ……..