વિનોદભાઇ પટેલ
ભરૂચ શહેરમાં આવેલ ઝાડેશ્વર ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં રાત્રિ દરમિયાન 11 વાગ્યાની આસપાસ એક ગરીબ પરિવાર સૂઈ રહ્યું હતું તે દરમિયાન બે અજાણ્યા ઈસમો રિક્ષા લઈને આવ્યા અને આ ગરીબ પરિવારમાં બે નાની બાળકીઓ ઉંમર વર્ષ આઠ વર્ષ અને 14 વર્ષ છે જેઓને રિક્ષામાં આવેલા અજાણ્યા બે શખ્સોએ મોઢા પર હાથ મૂકીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે દરમિયાન બાળકીઓના કાકા જાગી જતા બે આરોપીઓ ઘટના સ્થળેથી પોતાની રિક્ષા છોડી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ સી-ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી સમગ્ર ઘટનાની તપાસ હાથ હતી.જ્યારે બે બાળકીઓને બનેલ ઘટના અંગે પૂછવામાં આવતા કે તમારી સાથે શું થયું તો તેઓએ જણાવેલ કે બે અજાણ્યા ઈસમો રિક્ષા લઈને આવ્યા હતા અને રિક્ષામાં દારૂની બોટલ પણ હતી અને અમોને મોઢા ઉપર હાથ દબાવી ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો.હાલ સમગ્ર ઘટનાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ બાળકીઓને ઉઠાવી જવાનો શું હેતુ હશે? અને કયા કારણોસર આવી બાળકોને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હશે? તે તો હવે આરોપી પકડાયા બાદ જ સમગ્ર ઘટનાનો ખુલાસો થશે ત્યારે આવી ઘટનાને નજર અંદાજ કર્યા વિના સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.