દિનેશભાઇ અડવાણી
ભરૂચ ભરૂચ લોકસભા બેઠકની મતગણતરી પ્રક્રિયા નો ઉમેદવારોની હાજરીમાં પ્રારંભ થતા પ્રથમ બેલેટ પોસ્ટર ની ગણતરી બાદ ઈવીએમ મશીનોમાં રહેલા મતની ગણતરી કરવામાં આવી હતી.ભરૂચમાં 23મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા બાદ તમામ ઇવીએમ મશીન માં ઉમેદવારોના ભાવિ સીલ થયા બાદ તમામ મસીનો ને સુરક્ષિત ભરૂચ કે જે પોલીટેકનિક કોલેજના સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા હતા.
જે સવાર થી જ મતગણતરી ને લઇ ભરૂચની કે જે પોલીટેકનિક કોલેજ ની ફરતે તેમજ મતગણતરી સહિતના પટાંગણમાં પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવા સાથે મતગણતરીની પ્રક્રિયા ચાલી હતી.ભરૂચ બેઠક ઉપર ૧૭ ઉમેદવારો ની હાજરીમાં જ સીલબંધ ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમ ભરૂચના ચૂંટણી કમિશનર રવિકુમાર અરોરા ની હાજરીમાં ખોલવામાં આવ્યા હતા.
જેમાં પ્રથમ પોલીસ કર્મીઓએ કરેલ બેલેટ પોસ્ટલ ની ગણતરી માં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આગળ રહ્યા હતા જે બાદ પ્રથમ કરજણ ઇવીએમ વિધાનસભાના ઇવીએમ મશીન માં ના ની ગણતરી શરૂ કરવામાં આવી હતી.પરંતુ જીતનો ફેસલો સમગ્ર મતગણતરીની પ્રક્રિયા બાદ થશે ત્યાં સુધી ઉમેદવારો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે.