દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી ભરૂચ જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ અટકાવવા તેમજ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપવામાં આવી છે.જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઈ પી.એસ.બરંડા તથા પો.સ.ઈ વાય.જી.ગઢવી દ્વારા બે અલગ-અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે અનુસંધાને આજરોજ મળેલ બાતમી આધારે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ૨૦૦૮ માં મારા-મારીનો ગુનો નોંધાયેલ જે ગુનાના કામનો નાસતો ફરતો આરોપી નટવરભાઈ ભાઈલાલભાઈ વસાવા રહે,સુકવણા તાલુકો.ઝઘડિયા જીલ્લો.ભરૂચને ખેડા જિલ્લાના માતર તાલુકાના કાજીપુરા ગામે નામ બદલીને મજૂરીકામ કરી રહેતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી ની ટીમે કાજીપુરા ગામે જઈ યુક્તિપૂર્વક તપાસ કરી આરોપી નટવરભાઈ ભાઈલાલભાઈ વસાવા ની અટક કરી તેની પૂછપરછ કરવા તેમજ ખાતરી કરવા ભરૂચ ખાતે લઇ આવી આરોપીની પૂછપરછ કરતાં તેણે ગુનો કર્યો હોવાની કબુલાત કરી હતી તેમજ ઝઘડિયા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં ૭૨/૨૦૦૮ ,ઈ.પી.કો ક ૩૨૩,૩૨૪, ૫૦૬(૨),૫૦૪,૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો હોવાની ખાતરી થતા કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.