

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત રાત્રીના સમયે ભરૂચ જીલ્લા ના વાલિયા નજીક આવેલ સી એન જી પંપ ખાતે વાન લઇ ધીરુ ભાઈ વસાવા રહેવાસી વાલિયા જી ઈ બી કોલોની તેમજ શિવા ભાઈ વસાવા રહેવાસી અંકલેશ્વર બોરભાઠા નાઓ ગયા હતા..તે સમય ગાળા દરમિયાન તેઓ ની વાન સાથે અચાનક ટેન્કર ઘુસી જતા ટેન્કર અને વાન પલ્ટી ખાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના પગલે વાન માં આગ લાગી હતી.અકસ્માત બાદ આગ થી વાન માં સવાર બંનેવ ઇશ્મો વાનની બહાર ન નીકળી શકતા તેઓ અંદર જ સળગી ઉઠ્યા હતા અને તેઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ..તો બીજી તરફ અકસ્માત બાદ વાન માં આગ લાગવાની ઘટના ના પગલે ટેન્કર ચાલક ટેન્કર મૂકી સ્થળ ઉપર થી પલાયન થઈ ગયો હતો.ઘટના અંગે ની જાણ નજીક માં રેહતા લોકો ને થતા અકસ્માત બાદ ઘટના સ્થળે મોટી સંખ્યમાં લોક ટોળા એકત્રિત થયા હતા જયારે થોડા સમય માટે અંકલેશ્વર.વાલિયા રોડ પર ગમખ્વાર અકસ્માત ના પગલે ટ્રાફિકજામ ના દ્રશ્યો પણ સર્જાયા હતા… સમગ્ર મામલા અંગે ની જાણ વાલિયા પોલીસ ને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મામલા અંગે નો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી……………..