Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લોકસભા બેઠક પર મતગણતરી માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઇ-જાણો કઈ રીતના હાથ ધરાશે પક્રિયા…

Share

દિનેશભાઇ અડવાણી

આવતીકાલે તારીખ ૨૩-૦૫-૨૦૧૯ના રોજ લોકસભા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે ૨૨-ભરૂચ લોકસભા બેઠકની મતગણતરી કે.જે.પોલિટેક્નિક કોલેજ ખાતે કરવામાં આવશે જેની વિગત જોતા કરજણ વિધાનસભાની ૧૮ રાઉન્ડ માં મતગણતરી કરવામાં આવશે,ડેડીયાપડા વિધાનસભાની ૨૩ રાઉન્ડમાં મતગણતરી,જંબુસર વિધાનસભાની ૨૦ રાઉન્ડમાં મતગણતરી,વાગરા વિધાનસભાની ૧૮ રાઉન્ડમાં મતગણતરી,ઝઘડિયા વિધાનસભાની ૨૩ રાઉન્ડમાં મતગણતરી,ભરૂચ વિધાનસભાની ૧૮ રાઉન્ડમાં મતગણતરી અને અંકલેશ્વર વિધાનસભાની ૧૯ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે.

Advertisement

કુલ ૨૨ ભરૂચ લોકસભા બેઠક ઉપર ૭ વિધાનસભા નું કુલ ૧૩૯ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. ૭ વિધાનસભા માટે ૧૦૨ ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવશે જેમાં ૪૫૦ જેટલા કાઉન્ટીગ ઓબ્ઝર્વર,માઈક્રો ઓબ્ઝર્વર,સહિત ના કર્મચારીઓ ફરજ બજાવશે.

૨૨-ભરૂચ લોકસભા બેઠક પર કુલ ૭૩.૨૨% મતદાન થયું હતું જેમાં પોસ્ટલ બેલેટ માં કુલ-૪૯૧૯ મત તેમજ લોકસભા બેઠક પર કુલ ૧૧,૪૫,૩૫૬ મતદાન નોંધાયું હતું.જેમાં ૬૦૬૮૯૬ પુરુષ મતદારો તેમજ ૫૩૮૪૪૭ મહિલા અને અન્ય ૧૩ મતદારોની મત ગણતરી હાથ ધરાશે.

સમગ્ર મતગણતરી દરમિયાન કાયદો અને વ્યસવસ્થા માટે પોલીસ કાફલો તૈનાત રહશે.ભરૂચ મતગણતરીમાં 800થી વધુ પોલીસ કર્મીઓ તહેનાત રહેશે. જેમાં ૧ એસ.પી,૩ ડીવાયએસપી,૫ પી.આઈ,૪૦ પી.એસ.આઈ,500 પોલીસ કર્મીઓ,300 હોમગાર્ડ, અને બીએસએફની એક ટીમ,એક કંપની સહિત ફાયર બ્રિગેડની ટીમ તૈનાત રહેશે.સુરક્ષાને ધ્યાનમાં રાખીને મતગણતરી દરમિયાન શીતલ સર્કલ થી કોલેજ રોડ મતગણતરી પૂર્વે બંધ રહશે.


Share

Related posts

વડોદરા : કુરાલીથી ગણપતપુરા વચ્ચે ચપ્પુની અણીએ ૧૨ લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી લુંટારા ફરાર.

ProudOfGujarat

રાજપારડી : પ્રાંકડ ગામના ૨૨ યુવકો ૫ દિવસના બાઇક પ્રવાસે નિકળતા ગ્રામજનો દ્વારા વિદાય આપવામાં આવી.

ProudOfGujarat

સુરતમાં વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!