દિનેશભાઇ અડવાણી
આધુનિક યુગમાં પણ ખરા અર્થ માં સાથર્ક નીવડી રહી છે વાવ,એક તરફ ગુજરાત ના અનેક ગામો અને ખુળાઓ જળ માટે તરસી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલી આ એક એવી વાવ,જે કુદરતી રીતે આપી રહી છે જળ સ્વરૂપે બારેમાસ ગામના લોકોને આશીર્વાદ.
ભરૂચ થી ૩૦ કિલોમીટર દૂર આદિવાસી વિસ્તારમાં આવેલ ઝઘડિયા તાલુકાનું કરાડ ગામ.. ગામ માં ૧૦૦ વર્ષ જૂની આ વણઝારી વાવ ગામના ૧૫૦૦ થી વધુ વસ્તી ધરાવતા લોકોને બારે માસ પાણીથી તરબોર રાખે છે,ઉનાળામાં પણ આ વાવ માંથી શુધ્ધ અને શીતળ જળ વહે છે,જે કરાડ ગામ અને આસપાસ ના ગામોના લોકો માટે આજે આશીર્વાદ રૂપ છે.
કરાડ ગામે એક બાજુ મહાકાળી માતાજી તો બીજી બાજુ વેરાઇ માતાજીનું મંદિર આવેલુ છે,આ બંને મંદિરોની વચ્ચે ૧૦૦ થી વધુ વર્ષ જૂની વણઝારી વાવ આવેલી છે,કહેવાય છે કે આજ થી વર્ષો પહેલા વણઝારા જ્યારે અહીંયા થી જતા હતા ત્યારે આ વાવ નું નિર્માણ થયું હતું,શિયાળો હોય કે ચોમાસુ કે હોય ઉનાળો ૩૦ ફૂટ ઉંડાઇ ધરાવતી આ વાવ હર હંમેશ ૧૦ફૂટ પાણી થી છલોછલ રહે છે.
આ વણઝારી વાવ ૨૦ ફૂટની ગોળાઈ ,૬૦ફૂટ ની લંબાઇ અને ૩૦ ફૂટ થી પણ વધુ ઉંડાઇ ધરાવે છે,જેમાં ભર ઉનાળામાં ૧૦ થી વધુ ફૂટ પાણી મળી આવે છે તો ચોમાસાના સમયે ૨૫ પગથિયા ધરાવતી આ વાવના માત્ર એક કે બે જ પગથિયા બાકી રહી આખી વાવ પાણીમાં ગરકાવ રહે છે.
આ વાવ ના પાણી એટલા શુધ્ધ છે કે વાવનું તળિયું અને તેમાંથી ફૂટતા પાણીના ઝર ઉપરાંત પાણી માં તરતી માછલીઓ પણ નરી આંખે જોઇ શકાય છે,આખા ગામની તરસ છીપાવતી આ વાવ નું પાણી પશુઓની પણ તરસ છીપાવે છે,આટલું જ નહીં પરંતુ ખેતી કરવા માટે પણ આ વાવનું પાણી સાત થી વધુ ખેતરોમાં પંચાયત દ્વારા સિંચાઈ પૂરું પાડવામાં આવે છે.
કરાડ તેમજ નજીક ના ગામોમાં મોટા રસોડા હોય તો આજ વાવનું પાણી કામ આવે છે,શુભ કે અ શુભ પ્રસંગે કરાતા રસોડામાં દાળ તેમજ રાંધણ માટે આજ વણઝારી વાવ નું મીઠું જળ વપરાશમાં લેવામાં આવે છે,એટલે કે વર્ષો જૂની આ વાવ આજે પણ ગામના લોકો માટે જળ આશીર્વાદ રૂપી આપી રહી છે.
એક તરફ રાજ્ય ના કેટલાય ગામડાઓ આજે ભર ઉનાળે પાણી માટે ની પોકાર કરતા જોવા મળે છે, જ્યારે આ ગામ માં બારે માસ પાણી લોકોને પૂરું પાડી રહી છે,કહેવત છે ને કે ઉપર વાલા જબ ભી દેતા,દેતા છપ્પડ ફાડ કે,, એ જ કહેવત આ ગામ માં લાગુ પડી રહી હોય તેમ લાગી રહ્યું છે.