દિનેશભાઇ અડવાણી
સમગ્ર ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં વરસાદ અંગે તેમજ અન્ય ઘટનાઓ બાબતે આગાહી કરવામાં આવી છે.હવામાન ખાતા અને અન્ય ખાતાઓ દ્વારા વિવિધ ગ્રહો તેમજ અન્ય પરિસ્થિતિઓને લક્ષીને આ સમગ્ર આગાહી કરવામાં આવી છે .વર્ષ ૨૦૧૯માં હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલ આગાહીઓ પેકી 90% આગાહીઓ સાચી પડી છે.ત્યારે ૨૦૧૯ માં વરસાદ અને અન્ય બાબતની આગાહી જોતા આ વર્ષે વરસાદ ખુબ સારો રહેશે દુષ્કાળ પડશે નહિ તેમજ ખેતી પાકને કોઈ નુકસાન થશે નહિ.વરસાદનું આગમન મુંબઈમાં ૯ મી જૂન તથા સૌરાષ્ટ્રમાં ૨૩ મી જૂને થશે.
ગુજરાતમાં જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.તેમજ આખા જુલાઈ મહિના દરમિયાન પણ ભારે વરસાદ પાડવાની આગાહી છે.ઓગસ્ટ મહિનાના પેહલા સપ્તાહમાં વરસાદ સામાન્ય રહેશે અને છેલ્લા સપ્તાહમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.ઓક્ટોબર મહિનાની તારીખ ૮ થી ૧૨ સુધી છુટોછવાયો ખાસકરીને પૂર્વ ગુજરાત બાજુ ભયંકર વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે.નવેમ્બર મહિનામાં કારતક મહિનાની પૂનમ આસપાસ અતિભારે વરસાદ થવાની શક્યતા છે.