Proud of Gujarat
EducationFeaturedGujarat

ભરૂચ:તારીખ ૧૯-૦૫-૨૦૧૯ના રોજ વર્લ્ડ ભરૃચી વહોરા ફેડરેશન તેમજ જિલ્લાના અન્ય ટ્રસ્ટો અને શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવશે.

Share

દિનેશભાઇ અડવાણી

ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા આપેલ હોય અથવા પરિણામ આવી ગયું હોય એવા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે વર્લ્ડ ભરૃચી વહોરા ફેડરેશન- ભરૂચ ચેપ્ટર તથા જિલ્લામાં સ્થિત સમાજના તમામ ટ્રસ્ટો અને શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે એટલે કે ૧૯-૦૫-૨૦૧૯ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે.પોતાની કારકિર્દીને લઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઘણીવાર મૂંઝવણ અનુભવતા હોય છે કે ધોરણ 10 અને 12 પછી કઇ લાઇન લેવી?.કઈ કોલેજમાં એડમિશન લેવું? વગેરે સવાલો વિદ્યાર્થીઓ તેમજ વાલીના મનમાં હોય છે.આ સમસ્યાના નિરાકરણ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનારમાં કારકિર્દી માર્ગદર્શન નિષ્ણાંત ઇરફાનભાઈ મોગલ એજ્યુકેશનલ અને મોટિવેશનલ સ્પીકર અમદાવાદ,ડી.ડી.પટેલ એસોસીએટ પ્રોફેસર અને હેડ એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ,ઈસ્માઈલભાઈ પટેલ ડાયરેક્ટર ગ્લોબલ એકેડેમી ભરૂચ,જાબીરભાઈ ચોકસી એ.એમ.પી હેડ ગુજરાત અને શિક્ષણ ક્ષેત્રે જાણીતા સામાજિક કાર્યકર સુરત દ્વારા વાલીઓ તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.આ સેમિનાર તારીખ ૧૯-૦૫-૨૦૧૯ ના રવિવારે સવારે ૯ થી બપોરના ૧૨ વાગ્યા સુધી અકુજી હોલ દયાદરા ખાતે યોજાશે.દરેક વિદ્યાર્થી તેમજ વાલી આ સેમિનારનો લાભ લઇ શકશે.

Advertisement


Share

Related posts

દાહોદ જીલ્લામાં ઠેર ઠેર કૃષ્ણ જન્મ ની ઉત્સાહ પૂવઁક ઊજવણી કરવામાં આવી

ProudOfGujarat

ગોધરા : ઇતિહાસ વિભાગના નવિન વિદ્યાર્થીઓનો પ્રવેશ સભારંભ યોજાયો.

ProudOfGujarat

“આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ‘ક્લાઉડ કૉલિંગ’ ફીચર પ્રસ્તુત કર્યું, મોટર ક્લેમ ઇન્ટરએક્શનમાં બદલાવ લાવશે અને સેટલમેન્ટ્સને વેગ આપશે”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!