દિનેશભાઇ અડવાણી
ભરૂચ પંથકના શેઠ ફળિયામાં ગટર અને પાણીની લાઈન લીકેજના કારણે પાણી એક જગ્યાએ ભેગું થતા ત્યાંની જમીનનો ભાગ પોલો પડી રહ્યો છે જેના કારણે ત્રણ ઘર ધીરે-ધીરે જમીનમાં બેસી રહ્યા છે.આ અંગે ઘરના માલિકો જયેશભાઈ જોશી,યોગેશ સુખડીયા,અજય રાણાએ નગરપાલિકામાં આ વાતની જાણ કરી હતી પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી તથા ” ઇસકી ટોપી ઇસકે સર” ની પ્રથા કાયમ હોય એમ જણાય રહ્યું છે.આ અંગે કેટલાક ગંભીર પ્રશ્નો સામે આવ્યા છે જેમ કે ઘર સંપૂર્ણપણે બેસી જાય તો જવાબદારી કોની.? અને કોઈ જાન જાય તો તેનું જવાબદાર કોણ.?.હવે કોઈ દુર્ઘટના બને તે પેહલા નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગણી રહીશોએ કરી છે.
Advertisement