Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલ.સી.બી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર પોલીસ મથકના ટ્રાન્સફોર્મર ચોરીના અલગ-અલગ સાત ગુનામાં સંડોવાયેલ આરોપી શહેરમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે ભરૂચ એલ.સી.બી પોલીસે દરોડો પાડી અંકલેશ્વરના આંબોલી ગામના પટેલ ફળિયામાં રહેતા શનાભાઈ મથુરભાઈ વસાવાને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે નોંધવું રહ્યું કે અગાવ અંકલેશ્વર શહેરમાં ટ્રાન્સફોર્મર ચોરીના બનાવો ખુબ વધી ગયા હતા જેના લીધે લોકોને મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો અને પોલીસને ફરિયાદ કરાતા આરોપીઓની શોધખોળ આરંભી હતી અને એક પછી એક આરોપીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

રાજપીપળા : આદિવાસી વિસ્તાર નર્મદામા સૌ પ્રથમવાર “ઓક્સિજન બેન્ક” નો પ્રારંભ.

ProudOfGujarat

નડિયાદ ખોડિયાર મંદિર સહિત માઇ મંદિરોમાં દુર્ગાષ્ટમી નિમિતે દર્શનાર્થીઓ ઉમટયા.

ProudOfGujarat

માટીનું દાન કરનાર ઝગડીયા જીઆઈડીસીની નામાંકિત કંપની અંગેની અંગત-સંગત વાતો તેમજ હકીકતોથી સનસનાટી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!