Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા બે શકુનીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી….

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લામાં દારૂ-જુગાર સદંતર પણે નાબુદ કરવા માટે સુચના આપવામાં આવી છે.જે અનુસંધાને ભરૂચ એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણ તથા એલસીબીની ટીમ નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન પો.કો મહિપાલસિંહ ને મળેલ બાતમી આધારે નબીપુર નવીનગરીમાં ચાલતા જુગારધામ પર રેડ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી અંગજડતીના રોકડા રૂપિયા 9 હજાર તથા દાવ ઉપરથી રોકડા રૂપિયા ૨૨૩૦ તથા મોબાઈલ નંગ-૨ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩૧૨૩૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

Advertisement

પકડાયેલ આરોપીઓના નામ:

(૧) કિરણભાઈ કરસનભાઈ વસાવા,
રહેવાસી નવીનગરી નબીપુર,ભરૂચ.

(૨) કમલેશભાઈ ભીખાભાઈ મારવાડી,
રહેવાસી વણકરવાસ ફળિયુ નબીપુર,ભરૂચ.

ઉપરોક્ત કામગીરી પો.સ.ઈ એ.એસ.ચૌહાણ તથા હે.કો અજયભાઈ જયેન્દ્રભાઈ, હિતેશભાઈ તથા પો.કો મહિપાલસિંહ શ્રીપાલસિંહ,વિશાલ અને એલ.સી.બી ભરૂચ દ્વારા કરવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ : કોરોના વાયરસની ચેન તોડવા સ્વૈચ્છિક લોકડાઉનને લઇને ત્રીજા દિવસે પણ નેત્રંગનાં બજારો જડબેસલાક બંધ રહયા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં 14 મહિનાની બાળકીને ઉપાડી જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં તા. ૦૧ થી ૧૪ ઓગષ્ટ દરમ્યાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!