Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગે ૨(બે) બાળલગ્ન થતાં અટકાવ્યા.

Share

દિનેશભાઇ અડવાણી

હાલમાં લગ્નની મોસમ પુરજોશમાં ચાલી રહી છે તેવા સમયે આવા લગ્નોમાં અમુક બાળલગ્ન નહિ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ – ૨૦૦૬ નો ભંગ કરનારની સામે કડકમાં કડક સજા કરવાની જોગવાઇ છે ત્યારે જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગ ઝઘડીયા તેમજ વાગરા તાલુકાના એક ગામમાં બાળલગ્ન થતાં હોવાની અરજી મળતા તંત્ર દ્વારા સ્થળ પર જ તપાસ કરતાં બાળલગ્ન થતા હોવાનું જણાય આવ્યું હતુ અને બાળલગ્ન થતા અટકાવવામાં આવ્યા હતા. ટીમ દ્વારા વરઘોડીયાના માતા-પિતાને બાળલગ્ન નહિ કરવા અંગેની કાયદાકીય સમજ આપવામાં આવી હતી તેમજ લગ્ન નહી કરવા માટે તેઓની લેખિતમાં બાહેધરી લેવામાં આવી હતી. ત્યારે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ – ૨૦૦૬ મુજબ કાયદાકીય રીતે વરની ઉમંર ૨૧ વર્ષ તથા કન્યાની ઉમંર ૧૮ વર્ષ પુરા થતાં ન હોવાથી આ લગ્ન મોકુફ રાખવા પડયા હતા.

Advertisement

તદઉપરાંત બાળલગ્ન કરનાર માતા-પિતા તથા બન્ને પક્ષના સગા-સંબધિઓને પણ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ – ૨૦૦૬ અંગેની કાયદાકીય જોગવાઇઓ તથા બાળલગ્નથી થતાં ગેરફાયદા અને તેની માઠી અસરો વિશે સમજણ આપવામાં આવી હતી. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ- ૨૦૦૬ મુજબ પુરુષની ઉમંર ૨૧ વર્ષથી વધુ અને સ્ત્રીની ઉમંર ૧૮ વર્ષથી વધુ હોવી ફરજીયાત હોય છે. આ સમગ્ર કાર્યવાહી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મુકેશ મુનિયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ભવાનસિંહ મકવાણા અને તેઓની ટીમ તથા રાજપારડી તથા દહેજ પોલીસની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ ના વહાલુ ગામ નજીક અજાણ્યા વાહન ની અડફેટે ઇજાગ્રસ્ત યુવક નું મોત 

ProudOfGujarat

ભરૂચ પોલીસની આવકારદાયક કામગીરી.. જાણો કઈ..?

ProudOfGujarat

ભરૂચ વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!