દિનેશભાઇ અડવાણી
લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ અંતર્ગત ૨૨-ભરૂચ સંસદીય મતવિભાગની મતગણતરી તા.૨૩/૦૫/૨૦૧૯ ના રોજ કે.જે.પોલીટેકનીક, ભોલાવ – ભરૂચ ખાતે યોજાનાર છે. મતગણતરી કેન્દ્ર ખાતે જરૂરી સુવિધાઓ પુરી પાડવા તથા મતગણતરી અંગેની વ્યવસ્થા પુરી પાડવા તથા મતગણતરી અંગેની વ્યવસ્થા અંગે ચર્ચા – વિચારણા કરવા માટે જિલ્લા ચૂંટણી અીધકારી અને કલેક્ટર રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી – ભરૂચના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌહાણ, પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિકુમાર અરોરાએ મતગણતરી સ્થળની વ્યવસ્થા સંદર્ભે સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે, ૨૨-ભરૂચ સંસદીય મતવિભાગની મતગણતરી તા.૨૩ મે – ૨૦૧૯ ના રોજ સવારના ૮:૦૦ વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે. જેથી મતગણતરીના સ્થળે જરૂરી કરવાની થતી કામગીરી સુચારૂ રીતે આયોજન અને વ્યવસ્થા કરવા ભાર મુક્યો હતો. તેમણે મતગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ઇ.વી.એમ. અને તેના સ્ટોંગરૂમની વ્યવસ્થા, મિડીયા સેન્ટર, ડીસ્પેચીંગ રીસીવિંગ સેન્ટર તેમજ બીજી અન્ય વીજળી, પાણી, ટેલિફોનની સુવિધા તેમજ પોસ્ટલ બેલેટ પેપરની સંદર્ભે સબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌહાણે જણાવ્યું હતું કે, મતગણતરી સંદર્ભે જુદા જુદા અધિકારીઓને સોંપવામાં આવેલ કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી તથા સબંધિત અધિકારીઓએ મતગણતરી સ્થળના સંદર્ભે કરવામાં આવનાર કામગીરી પૂર્ણ કરવા ભાર મુક્યો હતો.આ બેઠકમાં મતગણતરી અંગે સંકળાયેલાં અધિકારી-કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.