અંધેર વહીવટ ના વિકાસ સંતાડવા મારેલા પરદા પાછળ નું આરોગ્ય પ્રધાને જોઈ કહ્યું શું છે આ બધું….
ગુજરાત સ્થપના દિન ની ઉજવણી પહેલા મંત્રીઓના ધામા વચ્ચે ભરૂચ સિવિલ હોસ્પિટલ ના વિકાસ ને ઢાંકવા પરદા માર્યાં હતા તો બીજી તરફ રાજ્ય ના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી એ ઓચિંતી મુલાકાત લઇ અંધેર વહીવટ ના દર્શન કરી સિવિલ ના તંત્ર નો ઉધડો લીધો હતો……
ભરૂચ શહેર માં આવેલ એક માત્ર જનરલ હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલ ને સફેદ પરદા મારી હોસ્પિટલ ના વિકાસ ને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું હતું ………….
હરહંમેશ વિવાદો ના વમણ માં રહેતી ભરૂચ સિવિલ હોસ્પિટલ ગંદકી.દર્દીઓને પડતી હાલાકી સહીત ની સમસ્યાઓ વચ્ચે અવાર નવાર છાપાઓ અને ટેલિવિઝન સ્ક્રીનો ઉપર આવી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે………..
આગામી ૧ મેં ના રોજ ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ભરૂચ માં કરવામાં આવનાર છે..જેના આયોજન ના ભાગ રૂપે ભરૂચ માં રાજ્ય સરકાર ના અલગ અલગ વિભાગ ના ઉચ્ચ કક્ષા ના મંત્રીઓના ધામા છે..ત્યારે એકા એક હરકત માં આવેલું જનરલ હોસ્પિટલ નું અંધેર વહીવટી તંત્ર સિવિલ હોસ્પિટલ ના અંદર અને બહાર કંપાઉન્ડ ની સમસ્યાઓને પરદા ના સહારે ઢાંકી હોસ્પિટલ ના વિકાસીલ જગ્યાઓને ઢાંકવાનો પ્રયત્નો કરવામાં આવ્યો હતો……
રાતો રાત ભરૂચ સિવિલ હોસ્પિટલ ની ચારે દિશામાં સફેદ પરદા અને સૌંચાલય તેમજ કંપાઉન્ડ માં ખોદકામ કરાયેલા મસ્ત મોટા ખાડાઓ અને ગંદકી જેવી સમસ્યાઓ યથાવત રહી હતી પરન્તુ પરદા ની પાછળ ભાગ માં ઉચ્ચ કક્ષા ના અધિકારીઓ અને મંત્રીઓની નજર થી સંતાડવામાં આવી હતી …
તો બીજી તરફ આજ રોજ બપોર ના સમયે રાજ્ય ના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી ભરૂચ સિવિલ હોસ્પિટલ ની ઓચિંતી મુલાકાતે આવ્યા હતા…આરોગ્ય પ્રધાન ને જનરલ હોસ્પિટલ નો વિકાસ બતાડવા માટે જાણે કે હોસ્પિટલ ના તંત્ર એ ધમપછાડા કર્યા હતા પરન્તુ ભરૂચ ના ધારાસભ્ય અને મીડિયા કર્મીઓના માર્ગદર્શન ના સહારે હોસ્પિટલ ના અંધેર વહીવટ ના પરદા પાછળ ના દર્શન કરી આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી એ હોસ્પિટલ ના ડોક્ટરો અને સિવિલ સર્જન નો ઉધડો લીધો હતો…….
જેમ જેમ આરોગ્ય પ્રધાન સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લેતા ગયા તેમ તેમ સિવિલ હોસ્પિટલ ના તંત્ર ના ધબકાળા વધતા નજરે પડ્યા હતા અને આરોગ્ય પ્રધાને વિકાસીલ સિવિલ હોસ્પિટલ ના ખાડે ગયેલા વહીવટ અને સમસ્યાઓને નજરે નિહાણી ગંભીર નોંધ લઇ લાલ ધૂમ થઇ ગયા હતા……