દિનેશભાઇ અડવાણી
RTE હેઠળ ગત વર્ષે કુલ ૨૦૪૬ ફોર્મ ભરાયા હતા જેમાંથી ૧૯૫૮ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો જયારે ૮૮ ફોર્મ રિજેક્ટ કરાયા હતા.ચાલુ વર્ષેમાં પ્રથમ રાઉન્ડમાં ૨૨૬૨ ફોર્મ ભરાયા હતા જેમાંથી ૨૦૪૬ ફોર્મ માન્ય રખાયા જયારે ૫૩ ફોર્મ રિજેક્ટ થયા છે.વાદ-વિવાદ ને કારણે અત્યાર સુધી ૪ સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે તથા ૪૫ બાળકોને હેરાનગતિ થઈ ત્યારબાદ પાસ કરવામાં આવ્યા હતા.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આજ થી દરેક વાલીના ઘરે જઈને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે.આ કાર્ય માટે ત્રણ જણની ટીમ દરેક વાલીના ઘરે જશે અને 22 જેટલા નોમ્સ પ્રમાણે ફોર્મ ભરાવી ક્રોસ વેરિફિકેશન કરશે.આ કામગીરી ૧૫ દિવસ ચાલશે.
Advertisement