
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ જીલ્લા ના ટંકારીયા થી પાલેજ જવાના માર્ગ ઉપર થી પસાર થતી એક હોન્ડા સીટી કાર માં અચાનક ભીષણ આગ લાગતા ઘટના સ્થળ ઉપર ઉપસ્થીત લોકો માં ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ………
અચાનક કાર માંથી ધુમાડા નીકળતા જોઈ કાર ચાલકે સમય સુચકત્તા દાખવી કાર માંથી બહાર નીકળી ગયા હતા..જયારે જોત જોતા માં કાર ગણતરી ના સમય માં આગ ની જ્વાળાઓમાં વચ્ચે સળગી ગઇ હતી……
બનાવ અંગે ની જાણ નજીક માં ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ………