આજ રોજ સવારે ભરૂચ નગર પાલિકા ના સભા ખંડ માં ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા યોજાઈ હતી.સામાન્ય સભા માં માં શરુઆત થીજ પક્ષ અને વિપક્ષ વચ્ચે લાંચ કેસ માં ઝડપાયેલ બે જેટલા કર્મચારી ઓને પરત ફરજ પર રાખવા ના મુદ્દે ભારે હોબાળો સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે થયો હતો..જેમાં વિપક્ષ ના સભ્યો એ સામાન્ય સભા ના એજન્ડા ની કોપી ફાડી ચાલુ સભા માંથી વોક આઉટ કરી સમગ્ર મામલે ભરૂચ નગર પાલિકાના મુખ્ય અધિકારી ને રજૂઆત કરી સમગ્ર મામલે તેઓનો વિરોધ વ્યક્ત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ લાંચ કેસ માં ઝડપાયેલ બે કર્મચારી ઓને પરત ફરજ પર લેવાના મુદ્દે આજ રોજ મળેલ સામાન્ય સભા ગણતરી ના સમય માં સમાપ્ત થઇ હતી …તો બીજી તરફ સમગ્ર મુદ્દે પક્ષ અને વિપક્ષ ના સભ્યો એ સામ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે સામાન્ય સભા પૂર્ણ જાહેર કરાઈ હતી.તો બીજી તરફ પાલિકા માં બે કર્મચારી ઓને પરત ફરજ પર લેવા ન લેવા અંગે ની રાજ રમત અને વિપક્ષ ના હોબાળા અંગે સત્તા પક્ષ ના પાલિકા ઉપપ્રમુખ પ્રફુલ્લા દુધવાલા ને સમગ્ર મામલા અંગે પૂછતા કંઇક આ પ્રકાર નો જવાબ મળ્યો હતો…….