Proud of Gujarat
FeaturedGujaratSport

ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનમાં તાલીમ મેળવેલ શુટરોએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

અમદાવાદમાં હાલમાં જ રમાયેલ કે.જી.પ્રભુ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પાર્થસિંહ રાજાવતે 0.177 એર પિસ્તોલ અન્ડર 12 કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.જ્યારે ખુશી ભરતભાઈ ચુડાસમાએ 0.177 એર રાઈફલમાં અન્ડર 19 માં સિલ્વર મેડલ મેળવ્યો હતો.ખુશી ચુડાસમાએ એક મહિનાના ખૂબ જ ઓછા સમયમાં પ્રેક્ટિસ કરી મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે અન્ડર 12 કેટેગરીમાં ઉત્કર્ષ રાજેશ પાંડેએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉત્કર્ષ પાંડે છેલ્લા ત્રણ વર્ષથી રાઇફલ શૂટિંગ કરે છે અને તેઓ નેશનલ પ્લેયર પણ છે. આ ત્રણે શૂટરોએ આખા ગુજરાત રાજ્યની ડિસ્ટ્રિક્ટ લેવલની રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં મેડલ મેળવી, ગન શૂટિંગ એકેડમી અંકલેશ્વર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનનું નામ ઉજ્જવળ કર્યું છે. સંસ્થાના પ્રેસિડેન્ટ અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલના સહયોગથી અને માર્ગદર્શનથી રમતવીરોએ ખૂબ ઓછા ગાળાની મહેનતથી આ સિદ્ધિ હાંસલ કરી છે.

Advertisement


Share

Related posts

રાજપીપલા સંતોષ ચોકડી નજીકજાહેરમાં મારાં મારી કરતા એક ની ધરપકડ:એક ફરાર

ProudOfGujarat

ભરૂચના હનુમાનજી ટેકરા ખાતે આંક ફરકનો જુગાર રમી રમાડતા ઇસમને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

આમોદમાં ખેડૂતોના ઉભા પાકને નુકશાન કરતાં રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરવા ખેડૂતોનું મામલતદારને આવેદનપત્ર ચાર દિવસ પહેલા ગોપાલકોએ ખેડૂતને ઢોર માર માર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!