દિનેશભાઇ અડવાણી
ભરૂચમાં ખ્રિસ્તી મિશનરીની શાળાઓ તેમના આપખુદશાહી વહીવટના કારણે અવાર-નવાર વિવાદના વમળોમાં ઘેરાયેલી રહે છે.વડદલા ખાતે આવેલ ક્વીન ઓફ એન્જલ સ્કૂલએ સરકારના RTE નિયમ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા વિવાદ છેડાયો હતો વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરિયાદ કરવા છતાં શાળા સંચાલકો મચક ના આપતા આ મામલો ગાંધીનગર પોહ્ચ્યો હતો.ત્યારે આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ટી.પટેલે શાળામાં આક્રમક વિઝીટ કરી હતી અને પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ટી.પટેલે કડક સૂચના આપતા RTE હેઠળ બાળકોને શાળા પ્રવેશ આપવા કવિન ઓફ એંજલ શાળાના સંચાલકો આખરે તૈયાર થયા હતા.આ બનાવને જોતા ગુજરાતી કહેવત આખરે સાચી ઠરી “ચમત્કાર બતાવો તો જ નમસ્કાર થાય “.
Advertisement
ફાઈલ ફોટો