ઇમરાન ઐયુબ મોદી – પાલેજ
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે શનિવારે રાત્રે નાના પાદર વિસ્તાર માં મકાન નાં ધાબા ઉપર નાં દરવાજા નો નકુચો તોડી ઘર માં પ્રવેશી ચોરો દ્વારા ૨ લાખ ૧૦ હજાર નાં મુદ્દામાલ ની ચોરી કરી ફરાર થઇ જતાં ચકચાર વ્યાપી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ થી ૭ કી.મી ના અંતરે આવેલા ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે શનિવારે રાત્રીના સમયે ૮ વાગ્યાં નાં અરસા માં અબ્દુલ અઝીઝ મુસા ભાઈ જેટ રહેઠાણ નાં આગળ નાં દરવાજે તાળું મારી તેઓ તેમજ તેમના બે પુત્રો નમાજ પઢવા મસ્જિદ માં ગયાં હતાં.તેમના ઘરની મહિલાઓ ગામ માં તેમના ભાઈ નાં ઘરે ગયા હતા.દરમ્યાન બંધ મકાન હોવાનો લાભ ઉઠાવી કોઈ ચોર કે ચોર તોડકી દ્વારા રહેઠાણ નાં ઉપર નાં ભાગે આવેલાં દરવાજા નાં નકુચો તોડી મકાન માં પ્રવેશી અંદર નાં રૂમ માં તિજોરી માં મુકેલી રોકડ રકમ આશરે ૯૫ હજાર તેમજ સોના નાં દાગીના બુટી,બગડી તેમજ ચાંદી નાં દાગીના મળી કુલ ૨ લાખ ૧૦ હજાર નાં મુદા માલ ની ચોરી થયા અંગે ની ફરિયાદ પાલેજ પોલીસ મથકે નોંધાતા ઇનચાર્જ પી.એસ.આઇ નબીપુર નાં ડેલિમ ઘટના સ્થળે પોહચી ગયા હતા.
રમજાન માસ નિમિતે રાત્રે તરાવીહ ની નમાજ પઢી અબ્દુલ અઝીઝ ભાઈ અને છોકરાઓ રાત્રે ૧૧ વાગ્યાં ની આસપાસ આવી આગળ નાં બંધ દરવાજા નું તાળું ખોલી રહેઠાણ માં પ્રવેશ કર્યો ત્યારે રસોડા નો દરવાજો ખુલ્લા હતો ત્યારે તેમનાં મકાન માં ચોરી થયાં ની જાણ થઈ હતી જે અંગે ની પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારી ડેલીમ સ્ટાફ સાથે પોહચી ગયા હતાં તેમજ ચોરી નો ભેદ ઉકેલવા માટે જિલ્લા કક્ષાએ થી ડોગસ્કવોડ બોલાવ્યા હોવાનું અને એફ.એ.સેલ ની પણ મદદ માંગી હોવાની માહિતી મળી છે.