Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ઝઘડિયા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વર્ષ 2017 થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલની સુચના મુજબ પેરોલ ફલૉ સ્કોડના પોલીસ માણસો આવા ગુનેગારોને શોધી કાઢવા અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઝઘડિયા પોલીસ સ્ટેશન ગુરનં ૪૨/૧૭ IPC ૩૭૯,114 મુજબના ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સુરેશભાઈ જગદીશભાઈ વસાવા ઉંમર વર્ષ 41 (રહે વસાવા ફળિયુ માંડવા તાલુકો.અંકલેશ્વર જીલ્લો.ભરૂચ)ને માંડવા ખાતેથી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ વધુ તપાસ અર્થે આરોપીને ઝઘડિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.આ કામગીરી ભરૂચ પેરોલ ફલૉ સ્કોડના અ.હે.કો કુતબુદ્દીન સૈયદ, અ.હે.કો હરીશ રામકૃષ્ણ,અ.હે.કો મગનભાઈ દોલાભાઈ,અ.હે.કો જયેન્દ્રસિંહ મહોબતસિંહ,પો.કો ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ,અ.પો.કો નિલેશભાઈ નારસિંગભાઈ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

અસલી સોનુ બતાડી નકલી પધરાવી ફરાર થતી ગેંગને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી, લાખો નો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : અમરનાથ યાત્રાએ ગયેલ લકઝરી બસને પંજાબ RTO એ પકડતા ભરૂચ પોલીસ મદદરૂપ બની બસને રવાના કરાવી..!!

ProudOfGujarat

કેવડીયામાં 6 ગામનાં આદિવાસીઓનાં સમર્થનમાં કેવડીયા બજારો સજજડ બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!