બનાવ અંગે ની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગત તારીખ ૨૧ મીના રોજ એક એક્ટિવા મોટરસાયકલ ની ચોરી અંગે ની ફરિયાદ નોંધાઇ હતી. જે બનાવ વારી જગ્યા ઉપરથી એ ડિવિઝન પોલીસ મથક ના ડી સ્ટાફે સીસીટીવી ફૂટેજ ની તપાસ કરતા સીસીટીવી માં મોટરસાયકલ લઇ ને ફરાર થતો ઈશમ નજરે પડ્યો હતો. પોલીસે સીસીટીવી ની મદદ થી તપાસ કરતા મોટરસાયકલ ની ઉઠાંતરી કરતો ઈશમ શહેર ના બરેલી ખો .સાધના સ્કુલ ની પાછળ રહેતા ઈરફાન ઉર્ફે મોલુ મહેબૂબ પઠાણ ને ગણતરી ના કલાકો માં ઝડપી પાડી તેની સધન પુછતાછ હાથ ધરી હતી. એ ડિવિઝન પોલીસ ની પૂછપરછ માં મોટરસાયકલ ઉઠાંતરી કરનાર ઈરફાન ઉર્ફે મોલુ પઠાણ પાસે થી અન્ય પણ બે મોટરસાયકલ ની ઉઠાંતરી કરી હતી તે બાબત પણ ધ્યાન ઉપર આવી હતી. જે અંગે પણ એ ડિવિઝન પોલીસે આરોપી પાસે થી કુલ ચોરી ની ત્રણ મોટરસાયકલ સાથે અટકાયત કરી તેના વિરુદ્ધ માં કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેર માં બેફામ બની મોટરસાયકલ ચોરી ની ઘટનાને અંજામ આપી લોકો માં ફફડાટ ફેલાવનાર ઈશમ ને એ ડિવિઝન પોલીસે ગણતરી ના કલાકો માં ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી બજાવી હતી.