દિનેશભાઇ અડવાણી
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ઓલ્ડ ફાયર સ્ટેશન 108 એમ્બ્યુલ્સએ તારીખ 8મી ના રોજ દિવસમાં બે વાર 108 એમ્બ્યુલન્સ માજ ડિલિવરી કરાવીને માતા અને બાળકોના જીવ બચાવ્યા હતા.
ભરૂચ શહેર ઓલ્ડ ફાયર સ્ટેશન 108 એમ્બ્યુલન્સ ને આજરોજ સવારના 10 વગ્યા ના સુમારે વાસી ગામ નો એક લેબર પેન નો કેસ મળ્યો હતો.કેસ મળતાજ 108 ના કર્મચારી પ્રીતિ ચનાવાળા અને પાઇલોટ કલ્પેશ ભાઈ તાત્કાલિક 108 એમ્બ્યુલ્સ લઈ વાસી જવા રવાના થયા હતા.વાસી ગામ પહોંચી સઘરભા ની તાપસ કરી મહિલા ને 108 એમ્બ્યુલન્સ માં લઇ ભરૂચ સિવિલ આવવા રવાના થયા હતા.આ દરમિયાન રસ્તા માં શ્રવણ ચોકડી પાસે મહિલા ને અસહ્ય પ્રસુતિ નો દુખાવો ઉપડ્યો હતો.મહિલા ની હાલત 108 ના ઈ.એમ.ટી પ્રીતિ બેન દ્વારા કરવા માં આવતા મહિલા ને પ્રસુતિ થવાની તૈયારી માં જણાતા તાત્કાલિક 108 ના હેડ ઓફીસ માં બેસેલા ઈ.આર.સી.પી ડોક્ટરની સલાહ લઈ મહિલા ને 108 એમ્બ્યુલન્સ માજ સફળ ડિલિવરી કરવી હતી.
આવીજ રીતે બીજા બનાવમાં ભરૂચ શહેર ની 108 ને બીજો એક લેબર પેન નો ઝાડેશ્વર દુબઇ ટેકરી નો એક લેબરપેન નો કેસ મળ્યો હતો.કેસ મળતાજ ભરૂચ ઓલ્ડ ફાયર સ્ટેશન 108 એમ્બ્યુલન્સ લઇ ઈ.એમ.ટી પ્રીતિ બેન અને પાઇલોટ કલ્પેશ ભાઈ તાત્કાલિક સ્થળ પર જવા રવાના થયા હતા.સ્થળ પર જઈ 108 ના ઈ.એમ.ટી દ્વારા મહિલા ની તાપસ કરતા મહિલા ને ડિલિવરી થવાની ત્યારી જણાતા તાત્કાલિક 108 ની હેડ ઓફીસ માં બેસેલા ડોક્ટર ની સલાહ લઈ ઘર માજ સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી.આ કેસ માં નોંધવા જેવી બાબત એ હતી કે ડિલિવરી થયા પછી બાળક ના નારી ના ધબકારા ન મળતા હતા. 108 ના ઈ.એમ.ટી પ્રીતિ બેન દ્વારા તાત્કાલિક બાળક ને સિ.પિ.આર આપતા બાળક ના નારી ના ધબકારા મળવા લાગ્યા હતા અને પલ્સ પણ મળતા થઈ ગયા હતા.આમ અધૂરા મહિને જન્મેલા બાળક નો જીવ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારી પ્રીતિ ચનાવાળા એ બચાવી લીધો હતો.
નોંધનીય બાબત એ છે કે ભરૂચ ઓલ્ડ ફાયર 108 એમ્બ્યુલન્સ ના કર્મચારી પ્રીતિ બેન ચનાવાળા એ એક દિવસ માં બે વાર ડિલિવરી કરાવી માતા અને બાળક ના જીવ બચાવ્યા હતા.તો સાથે-સાથે છેલ્લા બે મહિના માં 108 એમ્બ્યુલન્સ માજ 7 થી 8 વાર ડિલિવરી કરાવી માનવતાનું ઉત્તમ ઉધાહરણ પૂરું પાડ્યું હતું.