વિધાર્થી ઓની ઘટતી સંખ્યાને લઈ નિર્ણય લેવયો હોવાનો એહવાલ
પાલિકા પોતાની સંચાલિત શાળામા વિધાર્થીઓને આકર્ષવામા નિષ્ફળ
એક તરફ સરકાર અનેક અભિયાનો થકી શિક્ષણના પ્રસાર માટે એડી ચોટીનુ જોર લગાવે છે. ત્યારે સરકાર સંચાલિત શાળાઓમા જ વિધાર્થીઓની સંખ્યા ઘટતા વર્ગો બંધ કરવાની નોબત આવી છે. આધારભૂત વર્તુળો દ્રારા મળતી માહીતી અનુસાર અંકલેશ્વર ની જુનામા જુની ગણાતી ઈ.એન જીનવાલા હાઈ સ્કુલ અને એમ.ટી.એમ ગર્લ્સ હાઈ સ્કુલના ૬-૬ મળીને કુલ ૧૨ વર્ગો બંધ થવાની કગાર પર આવીને ઉભા છે. આ બંને શાળાઓમા શિક્ષણની ગુણવતા જાળવવામા સત્તાધીશો અને સંચાલકો નિષ્ફળ ગયા હોવાનુ સાબિત થઈ રહ્યુ છે. વધુમા જીનવાલા સ્કુલની પ્રતિભા આચાર્યના દુષ્કર્મ કાંડથી એ હદે ખરડાઈ છે કે વાલીઓ પણ હવે આવી શાળા થી દુર ભાગે છે. અંકલેશ્વર નુ ગૌરવ ગણાતા આ શૈક્ષણિક સંકુલની ગરિમા જળવાય શિક્ષણની ગુણવતા સુધાર એ અત્યંત આવશ્યક છે. હાલ તો બંને શાળાઓમા મળીને ૧૨ વર્ગો બંધ થાય એવી સંભાવના છે. પરંતુ જો સત્તાધીશો અને સંચાલકો સમયસર આ દિશામા સનિષ્ઠ પ્રત્નો નહિ કરે તો આ શાળાઓ ભુતકાળ બની જાય એવી સંભાવના નકારી શકાય એમ નથી. અંકલેશ્વર એમ.ટી.એમ ગર્લ્સ હાઈ સ્કુલ અને જીનવાલા સ્કુલની આ પરિસ્થીતી અંગે જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા એ ટેલિફોનીક વાતચિતમા જણાવ્યુ હતુ કે મારી પાસે દરખાસ્ત આવી છે. અને શિક્ષકો ફાજલ પડેતો એમને અન્ય ક્ષેત્રે મુકવા અંગે પણ વિચારણ ચાલી રહી છે. વધુમા તેમણે જણાવ્યુ હતુ કે આ શાળાઓને નોટીસ પણ આપીને જણાવવામા આવ્યુ છે કે આ પરિસ્થિતી છે તો પ્રયોઝલ કેમ નથી કરાઈ. અંકલેશ્વર ની આ બે શાળાઓ ઉપરાંત અન્ય શાળાઓમા પણ આ જ પરિસ્થીતી જોવા મળી રહી છે. એક તરફ શાળામા વિધાર્થીઓની મહત્તમ સંખ્યા થાય અને એવા પ્રયત્નો થાય છે. ત્યારે સત્ય હકીકત કંઈક અલગ જ ચિંતાર રજુ કરે છે.