હાલમાં ખેડૂતોનો પાક ખેતરોમાં ઉભો છે તેમજ ઉનાળાનો સમયગાળો હોવાથી ખેતીના પાકને સિંચાઇની તાતી જરૂરિયાત છે.આવા સંજોગોમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ સરકારશ્રીની આદિવાસી અને પછાત વિસ્તારના ખેડૂતો પ્રત્યેની ભેદભાવ વાળી નીતિને કારણે ભરૂચ જિલ્લાના વાલીયા,ઝઘડિયા અને નેત્રંગ તાલુકાનો વિસ્તાર કે જે આદિવાસી, પછાત અને ગરીબ ખેડૂતોનો વિસ્તાર છે એ વિસ્તારમાં 10 કલાક વીજળી આપવાનું નક્કી ન થતાં ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલાએ ઉર્જા મંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર,મેનેજિંગ ડિરેક્ટર દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ સુરત,સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરૂચ અને એક્ઝિક્યુટીવ એન્જિનિયર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંકલેશ્વરને પત્ર લખી રજૂઆત કરી હતી કે અંકલેશ્વર અને હાંસોટ સિવાયના ભરૂચ જિલ્લાના બાકીના તાલુકાઓ વાલીયા,ઝઘડીયા, નેત્રંગ ભરૂચ, આમોદ, વાગરા અને જંબુસર તાલુકાના ખેડૂતોને પણ દસ કલાક ખેતી વિષયક સિંચાઈ માટે વીજળી આપવામાં આવે તો ખેડૂતોનો ઊભો પાક બચી શકે એમ છે.ઉપરોક્ત તાલુકાના ખેડૂતોએ ભૂગર્ભજળ જે વીજળીથી સબમર્સીબલ પંપ ચલાવીને પોતાના ખેતરોમાં સિંચાય કરવી પડે છે તે સિવાય ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ નથી.ભૂગર્ભ જળ નીચા જવાને કારણે બોરવેલમાં પૂર્ણ ક્ષમતાથી પાણી આવતું ન હોવાથી આઠ કલાક આપવામાં આવતી વીજળી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી નથી.જેથી ઉકાઈ કેનાલના વિસ્તાર માટે જે નિયમો લાગુ કરી અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં ૧૦ કલાક વીજળી આપવામાં આવી રહી છે તે નિયમોનુસાર ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓમાં ખેડૂતોને કોઈ પણ જાતનો ભેદ-ભાવ રાખ્યા વગર 10 કલાક સિંચાઇ માટે વીજળી ફાળવવા માંગણી કરી હતી.જે અનુસંધાને ડીજીવીસીએલ દ્વારા અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના વિસ્તાર સિવાયના ભરૂચ જિલ્લાના અન્ય તાલુકા તેમજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા અને અન્ય વિસ્તારમાં પણ દસ કલાક વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.
ગણેશ સુગરના ચેરમેન સંદિપ માંગરોલાની રજૂઆતના પગલે આદિવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો.
Advertisement