Proud of Gujarat
FeaturedGujarat

આજરોજ ભરૂચ તાલુકા તલાટી મંડળ દ્વારા વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ તારીખ ૯-૫-૨૦૧૯ના રોજ ભરૂચ તાલુકા તલાટી મંડળ તરફથી ઇન્ચાર્જ ટી.ડી.ઓ ભૂપેન્દ્રસિંહ ઝરીયા તથા તલાટી સૈયદભાઈ વય નિવૃત્તિ થી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.તેમજ ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ભરતભાઈ મિશ્રા ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે વરણી થતાં તેમજ મેલસિંગભાઈ વસાવા ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળના મહામંત્રી તરીકે વરણી થતાં તે અંગેનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ સન્માન સમારોહમાં નવીનભાઈ પટેલ પ્રમુખ ભરૂચ તાલુકા પંચાયત, બી.એચ.મકવાણા ટી.ડી.ઓ, બેચરભાઈ રાઠોડ માજી પ્રમુખ ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળ,વિક્રમસિંહ રાજ ચેરપર્સન ભરુચ જિલ્લા તલાટી મંડળ તથા માજી ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય તલાટી મંડળ,કાયસ્થ ભાઈ માજી મહામંત્રી તથા ટેકનિકલ કર્મચારી મહામંડળ,જગદીશભાઈ પટેલ માજી પ્રમુખ ભરૂચ તાલુકા તલાટી મંડળ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

સુરત સચિન વિસ્તારમાંથી છ મહિના પહેલા ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી આવી.

ProudOfGujarat

સુરત પુણા વિસ્તારમાંથી બે કરોડની નકલી નોટ સાથે ચાર ઝડપાયા

ProudOfGujarat

રાજયમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલું થયું મતદાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!