Proud of Gujarat
FeaturedGujarat

વાગરા તાલુકાના સુવા ગામે ૧૫ મહિનાની બાળકી પર થયેલ બળાત્કાર અંગે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય(રાજપૂત) સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામ ખાતે એક નરાધમે ૧૫ મહિનાની બાળકીને ઉપાડી જઈ તેની પર બળાત્કાર ગુજારીઓ હતો.આ બનાવના વિરોધમાં ગામના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય(રાજપૂત) સમાજ દ્વારા તથા લેન્ડ લૂઝર્સ એસોસિએશન-વાગરા દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આ બનાવના પગલે 3 આવેદન પત્રો પાઠવવામાં આવ્યા છે.

Advertisement

પ્રથમ આવેદન પત્રમાં શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય(રાજપૂત) સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે કે બળાત્કાર ગુજારનાર નરાધમને ફાંસી ની સજા થવી જોઈએ તથા આ બનાવની નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે.વધુમાં આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભરૂચ જિલ્લામાં તેમજ સવિશેષ વાગરા -દહેજ પંથકમાં ઔદ્યોગિક વિકાસની સાથે-સાથે ગુનાખોરીમાં લિપ્ત અસામાજિક તત્વો વસી ગયા હોય અને તત્રંની નિષ્ફળતાનો ભોગ આજે સ્થાનિક પ્રજા બની રહી છે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં અરાજકતા ફેલાય તેવી સંભાવના છે એમ આવેદન પત્ર માં જણાવાયું છે.આ બનાવના ઘેરા પ્રત્યાઘાત જિલ્લામાં તેમજ ગુજરાત રાજ્યમાં પડ્યા છે.સલામત ગુજરાતની ગરિમાને લાંછન લાગ્યું છે તથા ત્યાંના રહીશોમાં ડર અને ભયનો માહોલ બની રહ્યો છે તેમજ જિલ્લામાં અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા કેટલાક માથાભારે તત્વો દ્વારા વારંવાર ગુનાખોરીના બનાવોને અંજામ આપતા આવી રહ્યા છે.જે બાબતે તંત્રી અને મંત્રી મૂકપ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યું છે જે સ્થાનિક લોકો માટે ઘણી જ દુઃખદ બાબત છે એમ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે.

બીજા આવેદન પત્રમાં શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય(રાજપૂત) સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં રોજી-રોટી રટવા આવતા પરપ્રાંતીય કામદારો સામે ગામના લોકોને કોઈં વાંધો કે વિરોધ નથી પરંતુ કામદારના રૂપમાં ઉત્તર પ્રદેશ ,બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાંથી આવતા ગુનેહગારો ગુજરાતની ધરા પર વસવાટ કરે અને ગુનાખોરીના બનાવોને અંજામ આપે એ કોઈ પણ સંજોગોમાં શાંખી લેવાય નહિ.ભરૂચ જિલ્લા તેમજ સવિશેષ વાગરા-દહેજ ઔદ્યોગિક વિસ્તારોમાં પરપ્રાંતીય રહીશો માટે પોલીસ તત્રં દ્વારા રજિસ્ટ્રેશનની અલગ જોગવાય કરવામાં આવે તેમજ ઔદ્યોગિક એકમના માલિકો તેમજ પરપ્રાંતીય રહીશોને મકાન ભાડે આપતા મકાન માલિકોની પણ જવાબદારી નિયત કરવામાં આવે.તથા સરકારશ્રીના જાહેરનામા અનુસાર ૮૫% સ્થાનિક રહીશોને રોજગારી આપવામાં આવે એમ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય એક આવેદન પત્ર લેન્ડ લૂઝર્સ એસોસિએશન-વાગરા દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું.આવેદન પત્ર માં જણાવવામાં આવ્યું છે કે પરપ્રાંતીય લોકોની સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવવામાં આવે.તેમજ આ કામદારો જે કંપની માં કામ કરતા હોય તે કંપની આ લોકોની જવાબદારી લે અને જો કંપની બેદરકાર રહેશે તો કંપની વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.તથા બાળકી પર બળાત્કાર ગુજારનારને ફાંસીની સજા આપવામાં આવે એમ આવેદન પત્ર માં જણાવવામાં આવ્યું છે.


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઈડ એરિયામાં લારી-ગલ્લાઓ હટાવવામાં આવતાં ગરીબોની રોજગારી છીનવાઇ.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ૩૦ સેન્ટરો પર મેગા વેકશીન કેમ્પ યોજાયો, હજારો લોકોએ મુકાવ્યો વેકશીનનો બીજો ડોઝ.

ProudOfGujarat

ભરૂચનાં ભાડભુત નજીક બનનારા ભાડભૂત બેરેજ યોજના માટે ટેન્ડરીંગ થયું હોવાની જાહેરાત આજે રાજ્ય સરકારના બજેટમાં કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!