રાજ્ય સરકારે અમદાવાદ ખાતે સેન્ટર માટે નાણા ફાળવ્યા…
કેમિકલ એકસ્પોઝર નો એકસીર ઈલાજ ટોકિસકોલોની સેન્ટરમા ઉપલબ્ધ
સાત-સાત ઔધોગિક વસાહતો ધરાવતા ભરૂચ જિલ્લા ઈન્ડસ્ટ્રીયલ હબ બની ચુક્યો છે. ત્યારે કામદારો અને નાગરીકોના આરોગ્યને લઈ એ દિશામા એટલી જાગૃતી અને પ્રગતી જોવા મળતી નથી જે ગંભીર બાબત છે. ભરૂચ જિલ્લામા એશિયાની સૌથી ઔધોગિક વસાહત એવા અંકલેશ્વર ઉપરાંત પાનોલી, ઝગડીયા ભરૂચ વાગરા વિલાયત દહેજ, રાયકા વસાહતો પણ ઔધોગિક પ્રવૃતિઓથી ધમધમી રહી છે. નાના-મોટા ઉધોગગૃહને હોવાથી અવારનવાર ઔધોગીક અકસ્માતો પણ સર્જાતા રહે છે. આ અકસ્માતોમા સૌથી જોખમી હોય તો એ ગેસ લીકેજ છે. કેમકે કયો ગેસ લાગ્યો કે ક્યુ કેમિકલ કામદારના શરીરમા પ્રવેશયુ એ અક્સીર રીતે જાણવા માટે અને ઈલાજ માટે એક માત્ર ટોકિસકોલોની સેન્ટર સક્ષમ છે. જે ભારત ભરમા ક્યાય નથી. હાલ કોઈ કામદારને કોઈ રસાયણથી તકલીફ ને લઈને જ ઈલાજ અપાય છે. આંખોમા બળતરા થાય તો એની ટ્રીટમેન્ટ કે પછી છાતીમા દુખાવો થાય તો એની દવા અપવામા આવે છે. પરંતુ ક્યા રસાયણને કારણે આ તકલીફ થઈ એ જાણવુ હાલ અશક્ય હોવાથી ઘણા કિસ્મા કામદારો પ્રાણ ગુમાવતા હોય છે. આ સમસ્યાનો ઈલાજ વિજ્ઞાન એટલે ટોકિસકોલોની. જો ટોકિસકોલોની સેન્ટર હોય તો એમા પોઈઝન હેલ્પલાઈન, લેબોરેટરી અને ખાસ તો એન્ટીડોટ બેંક હોય છે. એન્ટીડોટ બેંકમા જે-તે રસાયણને અને એની અસરોને નાબુદ કરતી દવાઓ તાત્કાલીક હાજર હોવાથી દર્દીનો જીવ જવાનુ જોખમ સારૂ એવી ટળી જાય છે. ગુજરાત સરકારે અમદાવદમા ટોકિસકોલોની સેન્ટર માટે બજેટ ફાળવ્યુ એ સારી આવકનીય બાબત છે. પરંતુ ઈન્ડસ્ટ્રીયલ હબ બની ચુકેલા ભરૂચ જિલ્લામા સ્થાનિક કક્ષાએ આવુ સેન્ટર ઉભુ કરાય એ વધુ જરૂરી છે. સરકાર આ દિશામા પણ ગંભીરતાથી ધ્યાન આપે અને હાલ સિમીત ક્ષેત્રેમા રહેલા ટોકિસકોલોની અગત્યતા સમજી ભરૂચ ખાતે પણ ટોકીસકોલોની સેન્ટર સ્થાપવા અંગે વિચારે એ ઈચ્છની છે.