Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચના કસક વિસ્તરમાં આવેલ ભૃગુપુર સોસાયટીમાં એક વ્યક્તિએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતા સનસનાટી …

Share

દિનેશભાઇ અડવાણી

હાલ ભરૂચ પંથકમાં અપમૃત્ય,અકસ્માત અને આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે રહસ્યમય સંજોગોમાં બનતા આત્મહત્યાના બનાવોએ ભરૂચ પંથકમાં સનસનાટી ફેલાવી દીધી છે.આજે બપોરના સમયે ભૃગુપુર સોસાયટીમાં આવેલ બંગલા નં-૧ માં આત્મહત્યાનો બનાવ બન્યો હતો.જેમાં ભીમ બહાદુર વિશ્વકર્મા ઉમર વર્ષ ૪૦ એ અગમ્ય કારણોસર મકાનના નીચેના ભાગે આવેલ રૂમ ના પંખા પર લટકીને આત્મહત્યા કરી હતી.આત્મહત્યા કરનારની પત્ની જમીને મકાનના ઉપલા માળે કામકાજ કરવા ગઈ હતી તે પરત ફરતા નીચેના માળે આવેલ રૂમનો દરવાજો બંધ હોવાના પગલે પત્નીએ બારી માંથી જોયું તો ભીમ બહાદુર વિશ્વકર્મા પંખા પર લટકેલો જણાયો હતો.આત્મહત્યા જેવી અંતિમવાદી નિર્ણય ભીમ બહાદુરે કેમ કર્યો તે તપાસનો વિષય છે.આ બનાવની તપાસ સી-ડિવિસન પોલીસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

નવસારી નજીક કસ્બા વિસ્તારમાં જીવ સટોસટનો ખેલ ખેલી જંગી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પડાયો…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામનું ગૌરવ.

ProudOfGujarat

ભરૂચ રજપૂત કરણી સેનાના કાર્યકરોએ સિનેમા સંચાલકો ને ફિલ્મ ન દર્શાવવા બદલ ગુલાબ ના ફુલ આપી આભાર વ્યક્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!