દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામમાં રહેતા રાજીવભાઈ મોર્ય કે જેઓ પોતે ખેડૂત છે અને તેમણે પોતાના ખેતરમાં કેળનું વાવેતર કર્યું હતું.વાવેતરના થોડા દિવસો બાદ કેળના ખેતરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી.પહેલીવાર જોવા મળ્યું કે કેળના થળ પર એક લુમની સાથે જ બીજી બે લુમ જોઇન્ટમાં ઊગી નીકળતા આશ્ચર્ય ફેલાયું હતું અને આવું આખા ખેતરમાં ફક્ત એક જ કેળના થળ પર જોવા મળ્યું હતું.રાજીવભાઈએ જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી ખેતી કરે છે પરંતુ જિંદગીમાં આવું પહેલીવાર જોયું છે.
Advertisement