Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લામાં પાણીની વ્‍યવસ્‍થા અંગે જિલ્લા પ્રભારી સચિવશ્રીના અધ્‍યક્ષપણા હેઠળ સમીક્ષા બેઠક યોજાઇ.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લામાં પાણીની વ્‍યવસ્‍થા અંગે જિલ્લા પ્રભારી સચિવશ્રી શાહમીના હુસેનના અધ્‍યક્ષપણા હેઠળ કલેક્‍ટર કચેરી ભરૂચના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લાના આગેવાનો સાથે પાણીના પ્રશ્ને વિગતે ચર્ચા હાથ ધરાઇ હતી. ત્‍યારબાદ જિલ્લાના અધિકારીઓ સાથે પીવાના પાણીના વ્‍યવસ્‍થા અંગે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા હાથ ધરાઇ હતી. પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરશ્રીએ ભરૂચ જિલ્લામાં પાણીનાસ્ત્રોતની ઝીણવટભરી રજૂઆત જિલ્લા પ્રભારી સચિવશ્રીને ચિતાર રજૂ કર્યો હતો. જેમાં ૨૦ હજાર લીટરના ૧૧ ટેન્‍કરો અને ૧૦ હજાર લીટરનું એક ટેન્‍કર મી કુલ ૧૨ ટેન્‍કરોની સુવિધા ધ્‍વારા જરૂરિયાત મુજબના ગામડાઓમાં માંગણી અનુસાર પાણી પુરુ પાડવામાં આવે છે.

Advertisement

આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવશ્રી શાહમીના હુસેને જિલ્લા વહીવટીતંત્રને જણાવ્‍યું હતું કે, આગામી ચોમાસા આવતા સુધીમાં જિલ્લામાં પીવાના પાણી અંગેની કોઇ પણ પ્રકારની સમસ્‍યા ન પડે તે માટે સુદ્રઢ આયોજન હાથ ધરવા અનુરોધ કરાયો હતો. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, જિલ્લામાં જ્‍યાં જેટલાં ટેન્‍કરોની જરૂરિયાત હોય ત્‍યાં ટેન્‍કરો શરૂ કરાવી દે તથા જ્‍યાં જેટલાં હેન્‍ડપંપ રીપેરીંગ કરવાના હોય તે ઝડપથી રીપેરીંગ કરાવી લેવા ટીમો કાર્યરતત કરી દરરોજ તેમના ધ્‍વારા કરવામાં આવેલ કામગીરી પર સતત નિગરાણી રાખવા જણાવાયું અને જ્‍યાં નવા બોરના સોર્સ અવેલેબલ હોય ત્‍યાં નવા બોર ઝડપથી બનાવી દે તથા જ્‍યાં ઇલેકટ્રીકસીટીના નવા કનેકશનને કારણે પીવાના પાણીની સમસ્‍યા ઉભી થાય તો તેનું તાકીદે નિરાકરણ લાવવા ઉપસ્‍થિત અધિકારીગણને સુચના આપવામાં આવી હતી. સરદાર સરોવર બંધમાંથી પાણી છોડવામાં આવે તે બાબતે આગામી સમયમાં જરૂરી નિરાકરણ આવે તેવા જરૂરી પ્રયત્‍નો હાથ ધરાશે તેમજ નર્મદા નદીમાં ભળી રહેલાં સમુદ્રના ખારા પાણીની સમસ્‍યાના નિવારણ બાબતે પણ રાજ્‍ય સરકારની વિચારણામાં હોવાનું જણાવ્‍યું હતું. તેમણે પ્રારંભમાં જિલ્લા કલેક્‍ટરશ્રી તથા અમલીકરણ અધિકારીગણ ધ્‍વારા જિલ્લામાં પાણીની સમસ્‍યાના નિરાકરણ માટે કરવામાં આવેલા આયોજનની વિસ્‍તૃત વિગતો આપી હતી.

બેઠકમાં જિલ્લા કલેક્‍ટરશ્રી રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રે, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી આઇ.જે.માળી, પ્રાંત અધિકારીશ્રી, પાણી પુરવઠાના અધિકારીશ્રી વસાવા, અમલીકરણ અધિકારીગણ ઉપસ્‍થિત રહ્‍યા હતા.


Share

Related posts

અંકલેશ્વર : પાંજરાપોળ પાસે અજાણ્યા યુવાનની કોઈક કારણસર હત્યા કરાતા ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી પ્રતિન ચોકડી પાસે આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પલેક્ષમાં આંગડિયા પેઢીમાં કામદારોના રૂપિયા છૂટ્ટા કરવા માટે ગયેલ ઉદ્યોગપતિની 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર થઈ ગયો હતો.

ProudOfGujarat

ભરૂચ : રિક્ષામાં મહિલાઓને બેસાડી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના પડાવી લેતી ટોળકી આખરે પોલીસ પકડમાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!