-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના ઝઘડિયા તાલુકા ના ધારોલી. માલજીપુરા. વાસણા સહીત ના આજુબાજુ ના ડુંગરયાળ વિસ્તારો માં આવેલ ગામો માં અને વાલિયા તેમજ નેત્રંગ ગામ ખાતે આજ રોજ સાંજ ના સમયે અચાનક ધરા ધ્રુજવા લાગતા લોકો માં અફરાતફરી સાથે ભારે ગભરાત નો માહોલ છવાયો હતો……
આજ રોજ સાંજ ના ૫.૧૦ વાગ્યા ની આસ પાસ અચાનક ધરતી ધ્રુજવા લાગતા લોકો માં ઘબરાત છવાયો હતો….તો બીજી તરફ ગભરાયેલા લોકો ઘરો ની બહાર દોડી ગયા હતા..જયારે ભૂકંપ અંગે ના મેસેજ શહેર જીલ્લા માં વાયુર્વેર્ગે ફેલાતા અફવા બજાર પણ ગરમ થવા પામ્યો હતો ..જયારે ભરૂચ શહેર અને અંકલેશ્વર.ના કેટલાક વિસ્તારો માં પણ લોકો ને ભૂકંપ નો હરવો આચકો મહેસુસ થયા હોવાનું જણાયું હતું…………
વધુ માં ભૂકંપ નું એપી સેન્ટર ભરૂચ તેમજ સુરત તરફ થી હોવાનું પ્રાથમિક જાણકારી માં જાણવા મળ્યું હતું……ત્યારે ભૂકંપ તીવ્રતા ૩.૭ ની હોવાનું જાણવા મળ્યું હતું …અને ભરૂચ થી ૩૮ કી.મી દૂર તેનું એપી સેન્ટર હોવાનું પ્રાથમિક જાણકારી મળી હતી