Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

વેડચના ઉચ્છદ ગામમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ-જુગાર સદંતર પણે નાબુદ કરવા માટે સુચના આપવામાં આવી છે જે અનુસંધાને ભરૂચ એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલા ની સુચના મુજબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણ ના માર્ગદર્શન મુજબ જિલ્લામાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે.ભરૂચ એલસીબી ટીમના માણસો ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.કો મહિપાલસિંહને બાતમી મળી હતી કે વેડચના ઉચ્છદ ગામમાં નવી નગરીમાં ખુલ્લી જગ્યામાં ઘાસચારા નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે છુપાવી રાખવામાં આવ્યો છે.આ બાતમીના આધારે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી દીપિનકુમાર અશોકભાઈ સોલંકી રહે કહાનવા જોશીપુરા તાલુકો.જંબુસર જીલ્લો.ભરૂચ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ રેડ દરમિયાન કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની બોટલ નંગ ૮૬૨ કિંમત રૂપિયા ૮૬,૨૦૦,અંગ જડતીના ૪૮૦૦૦ ,મોબાઈલ નંગ-૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૩૯,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોમાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

ભારતે નિકાસ પર પ્રતિબંધ લગાવતા સમગ્ર વિશ્વમાં મોંઘા થયા ઘઉં.

ProudOfGujarat

હાંસોટ : રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ સાહસ પ્રોજેક્ટ કાકા-બા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બાળકોની મેડિકલ તપાસણી કરાઈ.

ProudOfGujarat

હોળી-ધૂળેટીનાં તહેવારોને પગલે ભરૂચ એસ.ટી. વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!