દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લામાં સગીર વયની કન્યાઓ અને બાળકીઓ ઉપર બળાત્કાર ગુજારાયો હોવાની ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે તેની સામે કાયદો પણ કડક બની રહ્યો છે અને આરોપીને સખ્ત સજા નામદાર અદાલત ફટકારી રહી છે.આવો જ બનાવ ભરૂચ તાલુકાના એક ગામ ખાતે તારીખ ૪-૧૦-૨૦૧૬ના રોજ બન્યો હતો.જેમાં ૧૧ વર્ષની સગીરા પર ૨૨ વર્ષના નરાધમે અમાનવીય બળાત્કાર ગુજારીઓ હતો.બાળકી આરોપીને લાલાકાકા તરીકે ઓળખતી હતી. તેમજ લાલા કાકાએ બાળકીને તેના માં-બાપ મજૂરીના નાણાં લેવા બોલાવે છે એમ જણાવી મોટરસાયકલ પર બેસાડી રસ્તામાં ઝાડીમાં પાશવી બળાત્કાર ગુજારીઓ હતો.લોહી-લુહાણ હાલતમાં બાળકીએ પોતાના સગા-સંબધીને બનાવ અંગેની જાણ કરી હતી.આ બનાવ અંગે તારીખ ૪-૧૦-૨૦૧૬ના રોજ ભરૂચ ગ્રામ્ય પોલીસ ખાતે ફરિયાદ નોંધાય હતી.ચાર્જશીટ રજુ કર્યા બાદ ભરૂચના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ નામદાર અદાલતમાં ચાલી જતા સરકારી વકીલે ધારદાર દલીલો અને ચુકાદાઓ રજુ કરતા આરોપી રમેશ ઉર્ફે લાલો કાભઇ વસાવાને આજીવન કેદની સજા નામદાર અદાલતે ફટકારી છે.