Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ:ચોરી થયેલ ટ્રક તથા આરોપીને ઝડપી પાડતી વેડચ પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા,પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ જંબુસર વિભાગ તથા CPI એસ.એસ.રાઠોડ દ્વારા ભરૂચ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાહો શોધી કાઢવા તેમજ તેને અટકાવવા માટે સૂચનો આપવામાં આવ્યા છે.જે અનુસંધાને આજરોજ I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જે.પુરોહિત તથા બીજા પોલીસ સ્ટાફના માણસો વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અ.પો.કો નિતેશભાઈ નહેરસંગને મળેલ બાતમી મુજબ ચોરી થયેલ ટ્રક GJ-૧૭ UU ૧૫૫૮ ચોકારી ગામ બાવળિયાવાડી કોતરમાં તાલુકો પાદરા જિલ્લો વડોદરા ખાતે પડેલ છે.બાતમી મુજબની જગ્યાએ તપાસ કરતા ચોરી થયેલ ટ્રક તેમજ તેનો આરોપી મેલસંગભાઇ કરશનભાઇ પરમાર રહે ઉબેર કોતરવગો તાલુકો જંબુસર આ ચોરી થયેલ ટ્રકમાં સુતેલી હાલતમાં મળી આવ્યો હતો.આરોપીની સઘન પૂછપરછ કરતા ગામના અન્ય બે આરોપીઓ પણ આ ચોરીમાં સામેલ હોવાનું કબુલ્યું હતું.સદર આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

મોટામિયા માંગરોલ ખાતે એસ.પી.મદ્રેસા ગર્લ્સ અને બોયઝ હાઈસ્કૂલમાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શિબિર યોજાઇ.

ProudOfGujarat

OLX પર વેચાણ કરવા મુકેલ હેરિયર કાર યુવક કઈ રીતે ચોરી કરી ગયો વાંચો : ધનસુરા પોલીસે કાર શોખીન ચોરને ગણતરીના કલાકોમાં દબોચ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓની ગૌરીવ્રતને લઈને અનોખી પહેલ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!