દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લાના જે.બી.મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળમાં નવા કોઈપણ પશુ માટે પ્રતિબંધનું બેનર લગાવવામાં આવ્યું છે જેના કારણે જીવદયા પ્રેમીઓની મુંજવણમાં વધારો થયો છે.ભરૂચના આલી વિસ્તારમાં ચાલતા પાંજરાપોળને અનેક કારણોસર ૪ વર્ષ પેહલા જે.બી.મોદી પાર્ક પાસે અદ્યતન નવ-નિર્મિત સુવિધાવાળા પાંજરાપોળમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યાં ગાય,ભેંસ,બકરા વગેરે અબોલા પશુઓને સુવિધા જનક વાતાવરણમાં રાખવા સાથે તેઓના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવામાં આવે છે.હાલ આ પાંજરાપોળમાં પશુઓની સંખ્યા વધી ગઈ હોવાથી મુખ્ય દરવાજાની બહાર નવા કોઈ પણ પશુઓને રાખવામાં નહિ આવે તેવું બેનર લગાવવામાં આવતા ભરૂચના જીવદયા પ્રેમીઓની મુંજવાળમાં વધારો થયો છે તથા પાંજરાપોળના સંચાલકો સામે નારાજગી જોવા મળી રહી છે.
Advertisement