Proud of Gujarat
FeaturedGujarat

બોડિબિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાની પાવરલીફ્ટીંગ તેમજ બેન્ચ પ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસીના જે.સી.આય ભવન હોલમાં બોડિબિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાની પાવરલીફ્ટીંગ તેમજ બેન્ચ પ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અલગ અલગ ૬ વેટ કેટેગરી મળીને કુલ 60 થી વધુ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ફિટનેસ ફર્સ્ટ જીમના રાકેશભાઈ ગોહિલે ૪૭ થી ૫૫ કિલોના ગ્રુપમાં પાવરલીફ્ટીંગ તેમજ બેન્ચ પ્રેસ એમ બંને સ્પર્ધામાં તેઓ ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા.તેમજ ૫૫ થી ૬૨ કિલોના ગ્રુપમાં વિજયભાઇ રાઠોડ બેન્ચ પ્રેસની સ્પર્ધામાં બીજા ક્રમે વિજેતા બની પોતાની ફિટનેસ ફર્સ્ટ જીમનું ગૌરવ વધાર્યું હતું.તે બદલ ફિટનેસ ફર્સ્ટ જિમના તમામ સભ્યો તરફથી તેઓ બંનેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ જૂન મહિનામાં સુરત શહેર ખાતે રાજ્યકક્ષાની પાવરલીફ્ટીંગ સ્પર્ધામાં ભાગ લઇ વિજેતા બની ભરૂચ શહેરનું ગૌરવ વધારે તેવી ફિટનેસ ફર્સ્ટ જીમના તમામ સભ્યો તરફથી તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

Advertisement


Share

Related posts

સુરત : સફાઇ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે ધરણાં કર્યા.

ProudOfGujarat

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે મોટા ચારોડીયા સીમ (વાડી) વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ૦૬.ઈસમોને કુલ.ટો.રૂ.૮૭,૧૨૦/નાં મુદ્દામાલ સાથે પકડી પાડયાં…..

ProudOfGujarat

નર્મદા જિલ્લાની બહેનોને સ્વારોજગાર અપાવવા ઇ-રિક્ષાની ખરીદી માટે સહાયની સુવિધા અપાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!