ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો શાકભાજી,શેરડી અને બાગાયતી ખેતી કરે છે.ઉપરોક્ત ખેતી પાકોને માટે વીજળીથી સબમર્સીબલ પંપ દ્વારા ખેતી પાકોની સિંચાઇ થાય છે.ભરૂચ જિલ્લામાં નાંદોદ,ઝઘડિયા અને વાલિયા મા કરજણ સિંચાઈનું પાણી ખેડૂતોને મળતું નથી.અંકલેશ્વર અને હાંસોટ ઉકાઈ સિંચાઇ યોજનામાં છેવાડે આવેલ છે.ભરૂચ,આમોદ,જંબુસર અને વાગરા તાલુકા નર્મદા સિંચાઇ યોજનાના કાર્ય વિસ્તારમાં હોવા છતાં સરકાર દ્વારા ૧૫મી ફેબ્રુઆરીથી કાયદાથી પાણી બંધ કરી દેવામાં આવેલ છે.આમ સિંચાઇથી વંચિત ખેડૂતો પોતાના ખેતી પાક બચાવવા માટે વીજળીનો ઉપયોગ કરે છે.તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સુરત,નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનુ ચાલુ કરેલ છે.તો ઉપરોક્ત જિલ્લા કરતાં પણ વધુ જરૂરિયાત અને દયાજનક સ્થિતિ તો ભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોની છે તો ભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની માફક 10 કલાક વીજળી આપવા માંગણી કરવામાં આવે છે.ઉપરોક્ત ન્યાય અને અતિ-સંવેદનશીલ માંગણી માટે હકારાત્મક નિર્ણય લેવાય અને ભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ 10 કલાક વીજળી મળે એવી માંગણી છે.વહીવટી તંત્રની ઘોર અપેક્ષાથી નાસીપાસ થયેલો ખેડુતો આગામી દિવસોમાં વીજળીની માંગણી અંગે હકારાત્મક નિર્ણય લેવામા નહીં આવે તો આંદોલન કરશે એમ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરીયા દ્વારા જણાવવામાં આવે છે.
ભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી આપવા ખેડૂત સમાજની માંગણી.
Advertisement