દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો ઉચકાઇ રહ્યો છે.ગરમીનો પ્રકોપ તીવ્ર બનતા અંગ દઝાડતી ગરમીથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું છે. ભરૂચ જિલ્લામાં ઉનાળાના કારણે એક માસમાં બ્લડપેસર, ચક્કર આવતા, પડી જવું વગેરે જેવા ગરમીને લગતા 382 ઉપરાંતના કેશો ભરૂચ જિલ્લાની ૧૬ જેટલી 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા.
ભરૂચ જિલ્લામાં ૧૦૮ની ટીમે આવા દર્દીઓને સ્થાનિક ખાનગી હોસ્પિટલ તથા સરકારી હોસ્પિટલમાં ખસેડી સારવાર આપી હતી. ભરૂચ પંથકમાં કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાઇ રહ્યો છે ગરમીના પ્રકોપથી મનુષ્ય સહિત સમગ્ર સૃષ્ટિ અગન ઝરતી ગરમીથી આકુળ વ્યાકુળ બની છે. સવારથી માંડી મોડી સાંજ સુધી અનુભવાતી તીવ્ર ગરમી અને અસહ્ય ઉકળાટના કારણે અને રોજિંદા કાર્યોમાં વ્યસ્ત રહેતા લોકોને સૂર્યના પ્રખર તાપના કારણે સ્વાસ્થ્ય વિષયક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
માથાનો દુખાવો ,તાવ ,બ્લડપ્રેશરમાં વધઘટ ,ઝાડા ઉલટી એસીડીટી જેવી ગરમી જનક બિમારીઓની ફરિયાદ ઉઠવા પામી છે.જેમાં છેલ્લા એક માસમાં ભરૂચ જિલ્લા 108 એમ્બ્યુલન્સને 382 જેટલા કોલ મળ્યા છે.ભરૂચ જિલ્લા 108 પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે ગરમીને લગતા કોઈપણ લક્ષણ જણાય તો તે 108 એમ્બ્યુલન્સનો ફોન કરો અને બહાર નીકળવાનું થાય તો ગરમીને લગતા પ્રોટેક્શન કરી બહાર નીકળવું.