Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

કસક ગરનાળા પાસે આવેલ દુકાનમાંથી IPL ની મેચ અંગે સટ્ટા રમાડતો ઇસમ ઝડપાયો.IPL મેચની સાથે ભરૂચમાં સટ્ટાની મોસમ…

Share

દિનેશભાઇ અડવાણી

સમગ્ર ભરૂચ પંથકમાં IPL મેચ અંગે ઉત્તેજના વ્યાપી ગઈ છે ત્યારે આ અંગે સટ્ટો રમનારા અને રમાડનારા જુગારિયાઓની સંખ્યામાં પણ ખૂબ વધારો થઇ રહ્યો છે.ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ ક્રિકેટ મેચ પર રમાતા સટ્ટા તરફ લાલ આંખ કરવામાં આવી છે.આ અંગે તાજેતરમાં એક આરોપીને ઝડપી પડાયો હતો. જેની વિગત જોતા એલ.સી.બી પી.આઇ જે.એન.ઝાલા ને મળેલ બાતમી મુજબ પેરોલ સ્કોડ દ્વારા એક આરોપીને કસક ગરનાળા પાસે આવેલ અપના ફૂટવેરની દુકાનમાંથી ઝડપી પાડ્યો હતો.આ અંગે વિગતે જોતા પેરોલ સ્કોડના સૂત્રોના જણાવ્યા અનુસાર બાતમીના આધારે અશરફ યુસુફભાઈ કમાણી રહે ઇ-૧ બદરપાર્ક શેરપુરા રોડ ભરૂચ પોતાની કસક ગરનાળા પાસે આવેલ અપના ફૂટવેરની દુકાન માંથી મોબાઇલ ફોનથી દિલ્હી વર્સીસ બેંગ્લોરની મેચ ઉપર હાર-જીતનો સટ્ટો રમતા ઝડપાયો હતો.આ અંગે આગળની તપાસ એલ.સી.બી ના પોસઈ કુણાલ પટેલ કરી રહ્યા છે.આરોપી પાસેથી મોબાઈલ ફોન, ટીવી તેમજ રોકડા ૧૫૦૦ મળી કુલ ૧૦૬૭૦ નો મુદ્દામાલ ઝડપી પડાયો હતો.આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર પાર્ક કરેલ ટેમ્પોમાંથી તસ્કરો મોબાઈલ ઉઠાવી ગયા

ProudOfGujarat

વાંકલ: માંગરોળના વડ ગામે સરધસ અને જાદુના ખેલ બતાવનારા જાદુગર સામે ગુનો નોંધાયો.

ProudOfGujarat

ભરૂચની નરનારાયણની ખડકીમાં તંત્રની બેદરકારીને કારણે વીજ વાયર જીવલેણ સમાન !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!